KL Rahul Century In IPL 2025: ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL 2025)માં ગઈકાલે રમાયેલી દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચેની મેચમાં ગુજરાત ટાઈટન્સે 10 વિકેટે જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમના દિગ્ગજ બેટર કેએલ રાહુલે ફરી એકવાર સાબિત કરી દીધુ કે, તે ટી20 ક્રિકેટનો સૌથી વિશ્વસનીય અને ક્લાસિક બેટર છે. રાહુલે આ મેચમાં 60 બોલમાં સદી ફટકારી હતી.
આઈપીએલમાં પાંચમી સદી
આઈપીએલ 2025માં કેએલ રાહુલની આ પાંચમી સદી છે. જ્યારે ટી20 કારકિર્દીમાં સાતમી સદી ફટકારી છે. કેએલ રાહુલના ટી20 ફોર્મેટમાં આક્રમક અંદાજે તેની લોકપ્રિયતા વધારી છે. ટી20 ક્રિકેટમાં સૌથી વધુ સદી ફટકારનારા બેટરમાં કેએલ રાહુલ ત્રીજા ક્રમે છે. જ્યારે વિરાટ કોહલી પહેલાં અને રોહિત શર્મા બીજા ક્રમે છે.