By using this site, you agree to the Privacy Policy.
Accept
Newz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
    • Stock market
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
    • Health
    • Kitchen Corner
    • Travel
  • Religion
  • Sports
  • Career / Job
Reading: AI Model Social Media: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવવી હવે સરળ નથી, પોસ્ટ દ્વારા યુઝરને શોધી શકે છે AI
Font ResizerAa
Newz CafeNewz Cafe
  • Home
  • Ahmedabad Latest
  • Gujarat
  • National
  • World
  • Business
  • Entertainment
  • Automobile
  • Crime / Job
  • Exclusive News
  • Lifestyle
  • Religion
  • Sports
Search
Follow US
© 2024 Newzcafe. All Rights Reserved. Developed By BLACK HOLE STUDIO
Newz Cafe > Technology > AI Model Social Media: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવવી હવે સરળ નથી, પોસ્ટ દ્વારા યુઝરને શોધી શકે છે AI
Technology

AI Model Social Media: સોશિયલ મીડિયા પર ઓળખ છુપાવવી હવે સરળ નથી, પોસ્ટ દ્વારા યુઝરને શોધી શકે છે AI

Arati Parmar
Last updated: April 17, 2026 2:29 pm
By Arati Parmar
3 Min Read
Share
AI Model Social Media
SHARE

AI Model Social Media: AI ના યુગમાં સોશિયલ મીડિયા પર પોતાની ઓળખ છુપાવવી ઘણી મુશ્કેલ બની ગઈ છે. જો કોઈ યુઝર એવું વિચારી રહ્યો હોય કે તે પોતાની ઓળખ છુપાવીને સોશિયલ મીડિયા વાપરી શકે છે, તો તે દિવસો હવે ગયા. એક નવા સંશોધનમાં જાણવા મળ્યું છે કે AI મોડેલ યુઝરના ઓનલાઈન પોસ્ટ કરેલા કન્ટેન્ટ પરથી જ તેની ઓળખ કરી શકે છે. આ માટે તેને કોઈ પર્સનલ આઈડેન્ટિફાયરની જરૂર નથી. હવે AI મોડેલ્સ એટલા પાવરફુલ થઈ ગયા છે કે તેઓ કોઈ ખોટા નામે બનેલા એકાઉન્ટ પાછળની વ્યક્તિ અને તેના બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સની સરળતાથી ઓળખ કરી શકે છે.

Contents
  • AI મોડેલ ચોકસાઈથી કરી શકે છે ઓળખ
  • યુઝરની ઓળખ કેવી રીતે કરે છે AI સિસ્ટમ?
  • આ અભ્યાસ કેમ જરૂરી છે?

AI મોડેલ ચોકસાઈથી કરી શકે છે ઓળખ

એન્થ્રોપિક અને ETH ઝુરિચના આ અભ્યાસમાં સંશોધકોએ એક ઓટોમેટેડ સિસ્ટમ બનાવી છે, જે પોસ્ટ, કોમેન્ટ અને વાતચીતનું વિશ્લેષણ કરે છે. આ પદ્ધતિ સંપૂર્ણપણે યુઝર જનરેટેડ કન્ટેન્ટ પર કામ કરે છે. આ સિસ્ટમ મલ્ટી-સ્ટેપ પ્રોસેસને ફોલો કરતા ટેક્સ્ટમાંથી ઓળખ સાથે જોડાયેલા સિગ્નલ્સ કાઢીને સંભવિત મેચો શોધે છે. ત્યારબાદ પોતાના લોજિકનો ઉપયોગ કરીને એ જાણવાનો પ્રયાસ કરે છે કે શું બે અલગ-અલગ એકાઉન્ટ એક જ વ્યક્તિ સાથે જોડાયેલા છે. ટેસ્ટિંગ દરમિયાન આ મોડેલ Reddit અને LinkedIn જેવા પ્લેટફોર્મ્સ પર બનેલા એકાઉન્ટ્સને લિંક કરવામાં સફળ રહ્યું હતું.

- Advertisement -

યુઝરની ઓળખ કેવી રીતે કરે છે AI સિસ્ટમ?

અભ્યાસ મુજબ, પોસ્ટની નાની નાની વિગતો ઓળખ જણાવવાનું કામ કરી શકે છે. રાઈટિંગ સ્ટાઈલ, રસના વિષયો, લોકેશન હિન્ટ, એજ્યુકેશન અને ટોપિક્સ વગેરેની મદદથી યુઝરને ઓળખી શકાય છે. ઉદાહરણ તરીકે, આ મોડેલ કોઈ વાતચીતનું વિશ્લેષણ કરી પ્રોફેશન, લોકેશન, વપરાયેલા સાધનો અને બેકગ્રાઉન્ડ વગેરેની માહિતી એકઠી કરીને પબ્લિકલી ઉપલબ્ધ માહિતી સાથે મેચ કરી તેની પાછળની વ્યક્તિને શોધી કાઢે છે. કોઈ યુઝરની જેટલી વધુ પોસ્ટ હશે, તેની ઓળખ સાબિત કરવી આ AI મોડેલ માટે તેટલી જ સરળ બની જશે.

આ અભ્યાસ કેમ જરૂરી છે?

આ અભ્યાસે સાબિત કરી દીધું છે કે હવે સોશિયલ મીડિયા પર ખોટા નામે એકાઉન્ટ બનાવીને પ્રાઈવેટ રહી શકાતું નથી. આનાથી એક્ટિવિસ્ટ્સ, પત્રકારો અને બીજી સંવેદનશીલ માહિતી ધરાવતા તે લોકો પર વધુ અસર પડશે, જેઓ સોશિયલ મીડિયા પર અન્ય નામે એકાઉન્ટ બનાવીને ઉપયોગ કરે છે. જોકે, આ અભ્યાસના કેટલાક જોખમો પણ છે. સંશોધકોનું કહેવું છે કે સરકારો આ પદ્ધતિથી સર્વેલન્સ (દેખરેખ) કરી શકે છે અને સાયબર એટેકર્સ કોઈ યુઝરને ટાર્ગેટ કરવા માટે તેની ડિટેલ પ્રોફાઇલિંગ કરી શકે છે.

- Advertisement -
Rail Madad App: ટ્રેનમાં AC નથી ચાલતું અથવા ટોયલેટ ગંદું છે? સીટ પર બેઠા-બેઠા એપથી આ રીતે કરો ફરિયાદ
Motorola Edge 70 Max ની પ્રથમ સેલ શરૂ, જાણો કિંમત, ઓફર્સ અને સંપૂર્ણ સ્પેસિફિકેશન્સ
મહેસાણા સ્ટેશન પર નવા ફૂટ ઓવર બ્રિજના નિર્માણ માટે 2 સ્પાનનું લોકાર્પણ
Blaupunkt Smart TV Launch: Blaupunkt નું ધાંસૂ સ્માર્ટ ટીવી લોન્ચ: માત્ર ₹૯,૬૯૯ માં મેળવો QLED ડિસ્પ્લે અને JioTele OS ના ફીચર્સ, ૨૨ જાન્યુઆરીથી ફ્લિપકાર્ટ પર ધમાકેદાર સેલ!
Samsung Galaxy A37 Discount: Samsung ના પ્રીમિયમ 5G સ્માર્ટફોન પર અમેઝનની સૌથી મોટી ડીલ, લોન્ચ પ્રાઇસ કરતાં સીધો ₹૧૧,૦૦૦થી વધુનો જંગી ઘટાડો
TAGGED:AI Model Social Media
Share This Article
Facebook Whatsapp Whatsapp Email Copy Link Print

You Might Also Like

AI Agents Guide
Technology

AI Agents Guide: AI એજન્ટ શું છે? જાણો કેવી રીતે તમારા માટે ઈમેલ વાંચવાથી લઈને રિપોર્ટ તૈયાર કરવાનાં કામ કરી શકે છે

5 Min Read
Vivo S Series
Technology

7 વર્ષ બાદ Vivo S Series ફરી ભારતમાં કરશે એન્ટ્રી, ઓગસ્ટમાં થઈ શકે છે લોન્ચ

2 Min Read
Aleph AI
Technology

Aleph AI: Runway એ નવું AI ટૂલ લોન્ચ કર્યું, એક ક્લિકમાં વિડિયોમાં થશે જાદૂઈ એડિટિંગ

2 Min Read
CEO warns of job cuts
Technology

CEO warns of job cuts: CEOનો દાવો: પાંચ વર્ષમાં ૫૦% નોકરીઓ ખતમ થઈ જશે, બેરોજગારી ૨૦% વધશે

2 Min Read
ahmedabad railway station 1
BusinessGujaratNationalTechnology

અમદાવાદઃ રેલવે પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા કરી

1 Min Read
electric
TechnologyNational

ભારત 2025 સુધીમાં બધાને 24×7 વીજળી પૂરી પાડવા માટે જનરેશન, ટ્રાન્સમિશન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું વિસ્તરણ કરશે

3 Min Read
inq3kjyw
Technology

APAAR ID Download Guide: વિદ્યાર્થીઓ માટે ખાસ સમાચાર: APAAR ID ડાઉનલોડ કરવામાં પડે છે મુશ્કેલી? તો ફોલો કરો આ સરળ સ્ટેપ્સ

3 Min Read
gharchola saree
BusinessLifestyleNationalTechnology

લોક હસ્તકલા ઘરચોળાને GI ટેગ

17 Min Read
Previous Next
Newz Cafe

Newzcafe: Your daily brew of current affairs, served fresh with a dash of insight and a pinch of perspective. Savor the flavor of breaking news, curated just for you, and start your day informed and inspired. Join us at the table where headlines meet conversation.

Categories

  • Gujarat
  • National
  • World
  • Business
  • Lifestyle
  • Sports
  • Technology
  • Entertainment

Quick Links

  • Home
  • Privacy Policy
  • Biography
  • Latest News
©️ 2024 Newzcafe. All Rights Reserved.   Developed By BLACK HOLE STUDIO
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?