How To Know Your DIGIPIN: હવે ડિજિપિન બતાવશે સચોટ લોકેશન, ડિલિવરી બોય અને મહેમાનોને આસાનીથી મળશે ઘરનું સરનામું

Arati Parmar
2 Min Read

How To Know Your DIGIPIN: ભારતીય ટપાલ વિભાગ (India Post) ની DIGIPIN નામની ડિજિટલ એડ્રેસિંગ સિસ્ટમ લોકો માટે ઘણી ઉપયોગી થઈ શકે છે. આ ડિજિપિન દ્વારા કોઈ પણ તમારા સચોટ લોકેશન પર પહોંચી શકે છે. DIGIPin એ ૧૦ અંકોનો કોડ હોય છે. આ અંગ્રેજીના અક્ષરો અને નંબરથી મળીને બનેલો હોય છે. પિન નાની કે મોટી કોઈ પણ પ્રોપર્ટીનું એકદમ સાચું લોકેશન બતાવે છે. તમે ઈન્ડિયા પોસ્ટની વેબસાઈટ પર જઈને તમારા લોકેશન માટે ડિજિપિન મેળવી શકો છો અને આ ૧૦ ડિજિટના પિનને તમારા કોઈ પણ મિત્ર અથવા તે વ્યક્તિ સાથે શેર કરી શકો છો, જે તમારા લોકેશન પર આવવા માંગે છે. આ ડિજિપિનને ગૂગલ મેપ્સ અને Mappls Maps પર ઓપન કરીને તે ખૂબ જ આસાનીથી તમારા સચોટ લોકેશન પર પહોંચી જશે.

શું છે ડિજિપિનનો ઉદ્દેશ્ય?

DIGIPIN સિસ્ટમનો હેતુ ડિલિવરીને આસાન બનાવવાનો છે. આ સિસ્ટમ દૂર-દૂરના વિસ્તારો, એમ્બ્યુલન્સ અને આગ ઓલવવા જેવી ઇમરજન્સી સેવાઓને બહેતર બનાવવા માટે છે. સિસ્ટમની મદદથી સચોટ લોકેશન પર ભટક્યા વગર આસાનીથી પહોંચી શકાય છે. આની સાથે જ ઓનલાઈન શોપિંગ કરનારાઓ, લોજિસ્ટિક્સ આપનારાઓ અને ઇમરજન્સીમાં મદદ કરનારાઓને પણ ફાયદો થશે.

- Advertisement -

શોપિંગ એપ પર જોડી શકો છો ડિજિપિન

તમે ના માત્ર તમારા મિત્રોને ડિજિપિન શેર કરી શકો છો, પરંતુ ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવા ઓનલાઈન ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર પણ તમારા સરનામા સાથે ડિજિપિન જોડી શકો છો જેથી તેમને સચોટ અને ઝડપથી ડિલિવરી કરવામાં મદદ મળે.

કેવી રીતે ખબર પડશે પોતાનો ડિજિપિન?

  • ડિજિપિન મેળવવા માટે તમે ઈન્ડિયા પોસ્ટની સરકારી વેબસાઈટ https://dac.indiapost.gov.in/mydigipin/home પર જઈ શકો છો.

  • પોર્ટલ પર પહોંચ્યા પછી તે તમારી પાસે તમારું લોકેશન માંગશે.

  • જેવું તમે પોર્ટલને તમારું લોકેશન આપશો, સ્ક્રીન પર રાઈટ સાઈડમાં ૧૦ ડિજિટનો ડિજિપિન દેખાઈ જશે.

  • તમે તેને શેર કરી શકો છો.

  • કોડની સાથે જ નીચે QR કોડનો ઓપ્શન પણ મળશે. તમે તેના પર ક્લિક કરીને ક્યુઆર કોડ પણ જોઈ શકો છો.

કેવી રીતે કરશો ઉપયોગ?

જેવો સામે વાળો આના પર ક્લિક કરશે તેને બે ઓપ્શન મળશે: Open With Google Maps અને Open With Mappls Maps. તમે તમારી સુવિધા મુજબ કોઈ પણ સિલેક્ટ કરી શકો છો.

- Advertisement -
Share This Article