AC Maintenance Tips: ઉનાળામાં એસી બ્લાસ્ટની ઘટનાઓથી બચવા માટે આ સાવચેતી રાખવી છે અત્યંત જરૂરી

Arati Parmar
3 Min Read
AC Maintenance Tips

AC Maintenance Tips: ઉનાળાની ઋતુમાં સૌથી વધુ જરૂરિયાતની વસ્તુ છે AC, જે દરેકના ઘરમાં હોય જ છે. પરંતુ આ ઋતુમાં માત્ર AC વાપરવું જ નહીં પણ તેની જાળવણી કરવી પણ ખૂબ જરૂરી છે. નહીં તો ગમે ત્યારે કોઈ અકસ્માતનો શિકાર બની શકે છે. જેમ કે તાજેતરમાં ગાઝિયાબાદની એક હાઈરાઈઝ સોસાયટીની બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. એવામાં ચાલો તમને જણાવીએ કે એસીની કઈ રીતે જાળવણી કરવી, જેથી તે ઉનાળામાં બોમ્બ ન બને.

સર્વિસિંગ કરાવતા રહો

જો તમે પણ ઉનાળામાં એસીનો ઉપયોગ કરી રહ્યા છો, તો તેની સાથે ધ્યાન રાખો કે સમયાંતરે તેનું સર્વિસિંગ કરાવતા રહો. સર્વિસિંગ કરાવવાથી એસી સાફ-સુથરું રહે છે અને વારંવાર ગરમ પણ થતું નથી. જો આપણે એસીને સર્વિસિંગ વગર ચલાવતા રહીશું તો તેના બ્લાસ્ટ થવાના ચાન્સ વધુ છે.

આઉટડોર યુનિટને યોગ્ય જગ્યાએ રાખો

એસીનું આઉટડોર યુનિટ ખૂબ જરૂરી છે, ઘણા લોકો તેને ઘરની બહાર ખુલ્લામાં રાખી દે છે. તેજ તડકો અને ગંદકીના કારણે તેમાં ગમે ત્યારે આગ લાગી શકે છે. એવામાં તેને હંમેશા એવી જગ્યાએ રાખવું જોઈએ જ્યાં તેજ તડકો ન હોય પરંતુ છાંયો હોય. એટલું જ નહીં પણ તેની આસપાસ સાફ-સફાઈ રાખવી પણ ખૂબ જરૂરી છે.

- Advertisement -

વધારે વાર સુધી સતત ન ચલાવો

એસીને સતત આખી રાત કે આખો દિવસ ન ચલાવો, પરંતુ તેને થોડીવાર માટે બંધ કરવું પણ ખૂબ જરૂરી છે. અન્યથા સતત ચાલવાને કારણે તે ગરમ થઈ જાય છે અને તેના બ્લાસ્ટ થવાના ચાન્સ વધી જાય છે. જો મશીનને ઠંડુ થવાનો સમય નહીં મળે તો તે હીટ થઈને મોટા ધડાકામાં બદલાઈ શકે છે.

ઓવરલોડ સોકેટમાં ન ચલાવો

જ્યારે એસીના સોકેટમાં એકથી વધુ ઉપકરણો કનેક્ટ હોય છે ત્યારે તેના પર ભારે દબાણ આવે છે. આનાથી એસી બ્લાસ્ટ થઈ શકે છે. તમારે એસી માટે અલગ સોકેટનો ઉપયોગ કરવો જોઈએ. આ માટે સોકેટ પણ મજબૂત હોવું જોઈએ.

- Advertisement -

વાયરિંગ ચેક કરો

એસીનું વાયરિંગ લગાવતી વખતે પણ તેને ચેક કરવું જોઈએ. એટલું જ નહીં સમયાંતરે સતત એસીના વાયરિંગને ચેક કરતા રહેવું જોઈએ. ખરાબ વાયરિંગના કારણે શોર્ટ સર્કિટનું જોખમ રહેલું હોય છે, જેનાથી અચાનક વોલ્ટેજમાં વધ-ઘટ થાય છે અને તેની સીધી અસર કોમ્પ્રેસર પર પડે છે. એવામાં સમયાંતરે વાયરિંગ ચેક કરો અને લાગે તો તેને તમે બદલાવી પણ શકો છો.

આ પણ વાંચો: Fire Safety Alert: ફ્લેટમાં આગ લાગી જાય તો કોણ આપશે વળતર? વીમા કંપની, RWA કે બિલ્ડર… અત્યારે જ જાણી લો તમારા અધિકાર – Newz Cafe

- Advertisement -
Share This Article