EPFO EDLI Scheme: PF કપાય છે તો તમારા પરિવારને મળી શકે છે ₹7 લાખનું ફ્રી વીમા કવચ; જાણો શું છે EDLI સ્કીમ અને ક્લેમ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ રીત!

Arati Parmar
3 Min Read

EPFO EDLI Scheme: જો તમે નોકરીયાત છો અને તમારા પગારમાંથી દર મહિને PF (Provident Fund) કપાય છે, તો આ માહિતી તમારા માટે ખૂબ જ કામની છે. ઘણા કર્મચારીઓને ખબર જ હોતી નથી કે EPFO ફક્ત PF અને પેન્શન જ નહીં, પરંતુ એક ફ્રી લાઈફ ઇન્શ્યોરન્સ પણ આપે છે. આ સ્કીમનું નામ છે EDLI (Employees’ Deposit-Linked Insurance), જે હેઠળ કર્મચારીના પરિવારને 7 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ મળે છે. ચાલો જાણીએ આ વિશે વિગતવાર-

શું છે EDLI સ્કીમ?

- Advertisement -

EDLI સ્કીમની શરૂઆત વર્ષ 1976માં કરવામાં આવી હતી. તેનો હેતુ એ છે કે જો કોઈ કર્મચારીનું નોકરી દરમિયાન મૃત્યુ થાય, તો તેના પરિવારને આર્થિક મદદ મળી શકે. વળી, આ સ્કીમની સૌથી ખાસ વાત એ છે કે તેમાં કર્મચારીએ કોઈ પૈસા આપવાના હોતા નથી, આખું પ્રીમિયમ નિયોક્તા (Employer) આપે છે અને વીમો આપોઆપ PF ખાતા સાથે જોડાયેલો હોય છે. આ માટે અલગથી અરજી કરવાની જરૂર પડતી નથી.

કેટલું મળે છે ઇન્શ્યોરન્સ કવર?

- Advertisement -

EDLI હેઠળ મળતી રકમ કર્મચારીના છેલ્લા 12 મહિનાના સરેરાશ પગાર પર આધારિત હોય છે. આમાં બેઝિક સેલેરી + મોંઘવારી ભથ્થું (DA) સામેલ હોય છે. સરેરાશ પગારના 35 ગણા, આ ઉપરાંત 1.75 લાખ રૂપિયાનું બોનસ.

જોકે, EPFO એ પગારની મહત્તમ મર્યાદા 15,000 રૂપિયા નક્કી કરી છે. આ હિસાબે 35 ગણો પગાર 5.25 લાખ રૂપિયા થાય છે અને બોનસ ઉમેર્યા પછી કુલ રકમ 7 લાખ રૂપિયા થઈ જાય છે. આ જ આ સ્કીમની મહત્તમ મર્યાદા છે.

- Advertisement -

ક્લેમ કેવી રીતે કરવો?

જો નોકરી દરમિયાન કોઈ કર્મચારીનું મૃત્યુ થાય છે, તો તેના નોમિની અથવા પરિવારના સભ્યો EDLI નો ક્લેમ કરી શકે છે. આ માટે EDLI Form 5 IF ભરીને EPFO ની પ્રાદેશિક કચેરીમાં જમા કરાવવાનું હોય છે. બસ તમારી પાસે કેટલાક જરૂરી દસ્તાવેજો હોવા જોઈએ. જેમ કે-

કર્મચારીનું મૃત્યુ પ્રમાણપત્ર

આધાર કાર્ડ

બેંક ખાતાની વિગતો

જન્મ તારીખનો પુરાવો અને

પાસપોર્ટ સાઈઝ ફોટો.

EPFO મુજબ, પગાર વગરની રજા અથવા NCP (Non-Contributory Period) હોવા છતાં પણ ક્લેમ નકારવામાં આવશે નહીં. સામાન્ય રીતે ક્લેમ 30 દિવસની અંદર પતાવી દેવામાં આવે છે. જો વિલંબ થાય, તો EPFO એ વાર્ષિક 12% વ્યાજ આપવું પડે છે.

કોણ કરી શકે છે EDLI નો ક્લેમ?

PF ખાતામાં નોંધાયેલા નોમિની

પતિ અથવા પત્ની

પુત્રો (25 વર્ષ સુધી)

અપરિણીત પુત્રીઓ

કાયદેસરના વારસદાર

એટલે કે જો તમારી સેલેરીમાંથી PF કપાય છે, તો EDLI સ્કીમ તમારા પરિવાર માટે એક મોટી સુરક્ષા છે. કોઈપણ વધારાના ખર્ચ વગર મળતો આ 7 લાખ રૂપિયાનો વીમો મુશ્કેલ સમયમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. એવામાં EPFO માં ઈ-નોમિનેશન ચોક્કસ કરો, જેથી ભવિષ્યમાં તમારા પરિવારને ક્લેમ લેવામાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે.

Share This Article