સુનકની આજે કસોટી, બ્રિટનમાં આજે મતદાન

Reena Brahmbhatt
2 Min Read

લંડન, તા. 3 : બ્રિટનમાં સામાન્ય ચૂંટણી માટે ગુરુવારે મતદાન યોજાશે. બ્રિટનમાં 14 વર્ષથી સત્તા પર રહેલી કન્ઝર્વેટિવ પાર્ટી અને પીએમ ઋષિ સુનક માટે આ ચૂંટણી એક અગ્નિપરીક્ષા સમાન છે. કારણ કે, મોટા ભાગના સર્વેમાં પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ, વિપક્ષી લેબર પાર્ટી 2010 પછી સત્તામાં વાપસી કરે તેવી સંભાવના છે. 2019માં લેબર પાર્ટીએ સત્તા સંભાળ્યા પછી સ્ટારમેરે કામ કરતા પરિવારો પર ટેક્સ નહીં વધારવા અને સ્થળાંતર કરનારાઓને દેશનિકાલ કરવાને બદલે સરહદ સુરક્ષિત કરવાનું વચન આપ્યું હતું. લેબર પાર્ટીમાંથી યહૂદી વિરોધીવાદ દૂર કરાયો. સ્ટારમર લંડનની બહાર સરેમાં ડાબેરી મજૂર વર્ગના પરિવારમાં ઊછર્યા હતા. તેમના પિતા ટૂલમેકર હતા, તેમણે લીડ્ઝ અને ઓક્સફર્ડમાં કાયદાનો અભ્યાસ કર્યો.

sunak modi

- Advertisement -

એક યુવાન વકીલ તરીકે સ્ટારમેરે મેકડોનાલ્ડ્સ દ્વારા બદનક્ષીનો આરોપ મૂકનારા વિરોધીઓનું પ્રતિનિધિત્વ કર્યું. ચોથી જુલાઈના સવારે સાતથી 10 વાગ્યા સુધી મતદાન થશે. મધરાત 12થી પરિણામ આવવાનું શરૂ થશે અને 5ાંચ જુલાઈના સવારે 5ાંચ વાગ્યા સુધીમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. ભારતીય સમય અનુસાર ગુરુવારે બપોરે 12.30 વાગ્યાથી શુક્રવારે સવારે 3.30 વાગ્યા સુધી મતદાન થશે. શુક્રવારે સવારે 5.30 વાગ્યાથી પરિણામ આવવાનું શરૂ થશે, સવારે 10.30 વાગ્યા સુધીમાં સ્થિતિ સ્પષ્ટ થશે. ભારતની જેમ બ્રિટિશ સંસદનાં બે ગૃહ છે. લોઅર સદન (હાઉસ ઓફ કોમન્સ)ની 650 બેઠક પર મતદાન થશે. જે પક્ષને 50 ટકા સીટ અથવા 326થી વધુ સીટ મળશે, તે પક્ષ રાજા સમક્ષ સરકાર રચવા દાવો કરશે.

2019માં 67 ટકા મતદાન થયું હતું, જેમાં સુનકની કન્ઝર્વેટિવ પાર્ટીને 365 સીટ, કીર સ્ટારમરની લેબર પાર્ટીને 202 સીટ અને લિબરલ ડેમોક્રેટ્સને 11 સીટ મળી હતી. આ વખતે મોટા ભાગના સર્વેમાં કન્ઝર્વેટિવ પાર્ટીની કારમી હારની આશંકા વ્યક્ત કરાઈ છે. યુગોવ સર્વે મુજબ લેબર પાર્ટીને 425 બેઠક, કન્ઝર્વેટિવને 108 બેઠક, લિબરલ ડેમોક્રેટ્સને 67 બેઠક અને એસએનપીને 20 બેઠક મળી શકે છે. 1997થી 2007 સુધી લેબર પાર્ટી તરફથી ટોની બ્લેયર પીએમ હતા. ત્યારબાદ 2007થી 2009 સુધી ગોર્ડન બ્રાઉન પીએમ હતી. લેબર પાર્ટીના કાર્યકાળ દરમ્યાન અફઘાનિસ્તાન અને ઈરાક યુદ્ધ સિવાય 2007થી 2009 સુધી વૈશ્વિક મંદી હતી.

- Advertisement -
Share This Article