Bank Account Scam via Message: ચીની સાયબર ફ્રોડ ગેંગ અમેરિકામાં લોકો માટે માથાનો દુખાવો બની ગઈ છે. લાખો અમેરિકન લોકોને તેમના ફોનમાં દરરોજ નકલી ટેક્સ્ટ મેસેજ આવી રહ્યા છે. લોકો લિંક્સને સાચી માનીને તેના પર ક્લિક કરે છે, અને તેમના બેંક ખાતા મિનિટોમાં ખાલી થઈ જાય છે.
US તપાસ એજન્સીઓએ કહ્યું કે, ચીનથી કાર્યરત સાયબર ફ્રોડ ગેંગ આ છેતરપિંડી પાછળ છે. તેઓએ છેલ્લા ત્રણ વર્ષમાં એક અબજ ડોલર (આશરે ₹8,900 કરોડ) થી વધુની છેતરપિંડી કરી છે. સપ્ટેમ્બરમાં, એક જ દિવસમાં 330,000 નકલી ટોલ મેલેસ મોકલવામાં આવ્યા હતા.
છેતરપિંડી કરનારાઓની યુક્તિઓ બહુ ચતુરાઈભરી હોય છે. તેઓ ક્યારેક લોકોને હાઇવે ટોલ ટેક્સ, પોસ્ટ ઓફિસ ફી અથવા તો ટ્રાફિક દંડ ચૂકવવાના મેસેજ મોકલે છે. જેમાં, ભોગ બનનારને એક લિંક મોકલવામાં આવે છે, જે સરકારી વેબસાઇટ જેવી હોય છે. એકવાર કોઈ વ્યક્તિ તેમના નામ, કાર્ડ નંબર અને OTP સહિતની વિગતો દાખલ કરે છે, તો ગુનેગારો તેમની સંપૂર્ણ નાણાકીય માહિતીની ઍક્સેસ મેળવી લે છે.
સિમ ફાર્મ, જ્યા સેંકડો સિમ કાર્ડ ઇન્સ્ટોલ કરેલા હોય તેવી જગ્યાથી આ ફ્રોડ ઓપરેટ કરવામાં આવે છે. જેનાથી એક જ વ્યક્તિ હજારો નંબરોથી ટેક્સ્ટ મોકલી શકે છે. આ ફાર્મ ચીન સ્થિત ગેંગ દ્વારા ઓપરેટ કરવામાં આવી રહ્યું છે, પરંતુ US શહેરોમાં ગિગ વર્કર્સ દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. સાયબર સુરક્ષા નિષ્ણાતોના મતે, હ્યુસ્ટન, લોસ એન્જલસ, ફોનિક્સ અને મિયામી જેવા શહેરોમાં આવા ડઝનેક સિમ ફાર્મ મળી આવ્યા છે.
ગુનેગારો એપલ વોલેટ અને ગૂગલ પે જેવા ડિજિટલ વોલેટમાં ચોરેલા ક્રેડિટ કાર્ડ ઇન્સ્ટોલ કરે છે. પછી તેઓ ટેલિગ્રામ એપ દ્વારા USમાં ખરીદદારોને હાયર કરે છે. આ ખરીદદારો સ્ટોર્સમાંથી iPhone, કપડાં અને ગિફ્ટ કાર્ડ ખરીદે છે, જે પછી ચીન મોકલવામાં આવે છે. તેઓ તેમને ત્યાં વેચે છે, અને બધા પૈસા ગુનેગારોના ખિસ્સામાં જાય છે. આ અમેરિકન ગિગ વર્કર્સ દરેક $100 (આશરે ₹8,900) ખરીદી પર માત્ર 12 સેન્ટ (આશરે ₹10) કમાય છે. પરંતુ ગુનેગારોનો નફો એટલો મોટો છે કે, આ આખું નેટવર્ક એક હાઇ-ટેક છેતરપિંડી ઉદ્યોગ બની ગયું છે.