Ethiopia 13 month calendar: ઈથિયોપિયા આજેય વર્ષ 2017માં કેમ? જાણો આ દેશનું 13 મહિનાનું અનોખું ગીજ કેલેન્ડર અને સમયગણતરીનું રહસ્ય

Arati Parmar
4 Min Read

Ethiopia 13 month calendar: દુનિયાનો મોટા ભાગના દેશ હવે વર્ષ 2025ના અંતિમ તબક્કા પર પહોંચી ગયા છે, પરંતુ શું તમને ખબર છે કે દુનિયામાં એક એવો દેશ પણ છે, જે આજે પણ વર્ષ 2017માં જીવી રહ્યું છે! સાંભળીને આશ્ચર્ય થયું હશે ને?.પરંતુ આ વાત સાચી છે અને આ અનોખા દેશનો સમયપત્રક પાછળ છે . તેને ‘ગીજ કેલેન્ડર’ કહેવાય છે, જે દુનિયામાં પ્રચલિત ગ્રેગોરિયન કેલેન્ડર કરતાં લગભગ સાતથી આઠ વર્ષ પાછળ ચાલે છે. આ જ કારણે દુનિયાના મોટાભાગના દેશોમાં એક વર્ષમાં 12 મહિના હોય છે, જ્યારે આ દેશમાં એક વર્ષમાં 13 મહિના હોય છે. એટલું જ નહીં, અહીં દિવસોની ગણતરી પણ અલગ રીતે થાય છે. આ અનોખો દેશ આફ્રિકા ખંડનો ઈથિયોપિયા દેશ છે.

13 મહિનાનું કેલેન્ડર

ઈથિયોપિયા આજે પણ પોતાનો પરંપરાગત કેલેન્ડર ઈથિયોપિયન કેલેન્ડર અથવા ગીજ કેલેન્ડરનો ઉપયોગ કરે છે. આ કેલેન્ડરમાં 12 નહીં, પણ કુલ 13 મહિના હોય છે. અહીંના 12 મહિના દરેકમાં 30 દિવસના હોય છે, જ્યારે 13મો મહિનો સામાન્ય વર્ષમાં 5 દિવસનો અને લીપ વર્ષમાં 6 દિવસનો હોય છે.આ કારણે ઈથિયોપિયા દુનિયાના અન્ય દેશોથી આશરે 7 વર્ષ 3 મહિના પાછળ ચાલે છે. જોકે સરકારી અને આંતરરાષ્ટ્રીય કામકાજ માટે ઈથિયોપિયન લોકો ગીજ કેલેન્ડર અને ગ્રેગોરિયન કેલેન્ડર બંનેનો ઉપયોગ કરે છે.

સપ્ટેમ્બરમાં નવું વર્ષ

ઈથિયોપિયા અને દુનિયાના બાકીના દેશોમાં સાત વર્ષનો તફાવત ઈસા મસીહના જન્મની ગણતરીના તફાવતને કારણે છે. દુનિયાના બધા ખ્રિસ્તી દેશો ઈસા મસીહનો જન્મ ‘એક ઈસવી’ માનતા હોય છે, જ્યારે ઈથિયોપિયન ઑર્થોડોક્સ ચર્ચ અનુસાર ઈસા મસીહનો જન્મ સાત ઈસવી પૂર્વે થયો હતો. આ કારણે અહીંનું નવું વર્ષ દર વર્ષે 11 સપ્ટેમ્બરે ઉજવાય છે (લીપ વર્ષમાં 12 સપ્ટેમ્બરે). આ તહેવારને ‘એન્કૂટાટાશ’ કહેવામાં આવે છે, જેનો અર્થ થાય છે ‘દાગીનાનો ઉપહાર’. રસપ્રદ વાત એ છે કે અહીં ‘ક્રિસમસ 25 ડિસેમ્બર નહીં, પરંતુ 7 જાન્યુઆરીએ ઉજવાય છે.

દિવસની શરૂઆત અલગ રીતે

અહીં દિવસની શરૂઆત પણ અલગ રીતે થાય છે. દુનિયાના મોટાભાગના દેશોમાં દિવસની ગણતરી સવારે 6 વાગ્યાથી શરૂ થાય છે, જ્યારે ઈથિયોપિયામાં દિવસની શરૂઆત સવારે 12 વાગ્યે થાય છે. એટલે કે જ્યારે ગ્રેગોરિયન સમય મુજબ બપોરના 12 વાગ્યે હોય છે, ત્યારે ઈથિયોપિયામાં સાંજના 6 વાગ્યા ગણાય છે.ઈથિયોપિયાનું સમય ગણતરીનું આ તંત્ર માત્ર સમય માપવાનો ઉપાય નથી, પરંતુ તેના ધર્મ, પરંપરા અને સંસ્કૃતિનો અગત્યનો ભાગ છે.

કેમ ખાસ છે ઈથિયોપિયા

ઈથિયોપિયા માત્ર સમય માટે જ નહીં, પરંતુ દુનિયાના અન્ય દેશોથી અલગ તેના ઇતિહાસ અને સંસ્કૃતિ માટે પણ વિશેષ છે. આ એ એકમાત્ર આફ્રિકન દેશ છે, જેને ક્યારેય કોઈ યુરોપીય શક્તિએ વસાહતો નથી બનાવ્યું. આજે પણ અહીં ઉપવાસ, શાકાહારી ભોજન, પ્રાચીન ચર્ચ અને પરંપરાગત વૈવિધ્ય એના ગૌરવ છે.આ દેશમાં મળેલો લૂસી નામનો માનવ કંકાલ આ જગ્યા ને માનવજાતની જન્મભૂમિ તરીકે પણ ઓળખાવે છે.ઈથિયોપિયા આફ્રિકાના હોર્ન ઑફ આફ્રિકા વિસ્તારમાં આવેલો છે. દક્ષિણમાં કેન્યા, પૂર્વમાં સોમાલિયા અને પશ્ચિમ તરફ સુદાન તેની સરહદે છે.

શું છે ગીજ કેલેન્ડર 

ઇથિયોપિયાનું ગીજ (Ge’ez) કેલેન્ડર માત્ર ત્યાંના નાગરિકોને સમય બતાવા માટે જ નહીં, પણ દેશના ઓર્થોડોક્સ ચર્ચ, ગ્રામ્ય જીવન અને તહેવારોનો આધારસ્તંભ છે. આ દેશના લોકો તેમના કેલેન્ડર અને તેમની સંસ્કૃતિ પર ગર્વ કરે છે અને તેમના કેલેન્ડર મુજબ જીવન જીવે છે. આ દેશ દુનિયાને સંદેશો આપે છે કે કેલેન્ડર પણ માણસોની બનાવટ છે, જે તેમના સંસ્કાર, પરંપરા અને વિશ્વાસ સાથે જોડાયો છે. આ દેશનો સમય ભલે દુનિયાના દેશોથી સાથ, આઠ વર્ષ પાછળ હોય પણ અહીંની સંસ્કૃતિ, અહીંની પરંપરાનો પોતાનું મહત્ત્વ છે, જે સમયની ગતિને પણ એક નવું રૂપ આપે છે.

Share This Article