Gaza War: ગાઝનું રક્તરંજિત સત્ય: 67 હજાર નાગરિકોના મોત, એનેસ્થેશિયા વગર થયેલા ઓપરેશન – ફિલિસ્તીનના રાજદૂતનો ખુલાસો

Arati Parmar
2 Min Read

Gaza War: ઈઝરાયલ-હમાસ વચ્ચેના બે વર્ષના યુદ્ધે ગાઝાને ખંડેરમાં ફેરવી દીધું. ફિલિસ્તીનના રાજદૂતે જણાવ્યું કે, “મરણ પામેલા 67 હજાર લોકોમાં મોટા ભાગે નાગરિકો હતા, તેમનો હમાસ સાથે કોઈ સંબંધ ન હતો.”

તેમણે ઉમેર્યું કે, “આ ફોટા અને યાદીઓ સાબિત કરે છે કે યુદ્ધના ભોગ બનનારા લોકો નિર્દોષ નાગરિકો હતા.”

- Advertisement -

એનસ્થેશિયા વગર થયેલા ઓપરેશન

રાજદૂતે ખુલાસો કર્યો કે ગાઝાની આરોગ્ય વ્યવસ્થા પૂરી રીતે ધરાશાયી થઈ ગઈ હતી. અનેક બાળકો ભૂખમરાથી અને કુપોષણથી મૃત્યુ પામ્યા. હોસ્પિટલોમાં દવાઓ અને એનસ્થેશિયાની અછત એટલી ભયંકર હતી કે લોકોના હાથ-પગ એનસ્થેશિયા વગર કાપવામાં આવ્યા.

- Advertisement -

કલ્પના કરો — જો માત્ર સોય ચૂબે ત્યારે દુખાવો થાય છે, તો એનસ્થેશિયા વગર સર્જરીનો દુખાવો કેટલો અસહ્ય હશે!

ભૂખમરી અને કુપોષણની સ્થિતિ

- Advertisement -

યુદ્ધ દરમિયાન ખોરાક અને પાણીની અછત એટલી વધી ગઈ કે સેકડો બાળકો તડપતા-તડપતા મૃત્યુ પામ્યા. ગાઝામાં હોસ્પિટલો બોમ્બથી તૂટી ગઈ અને તબીબી વ્યવસ્થા સંપૂર્ણ રીતે ઠપ થઈ ગઈ.

ગાઝામાં શાંતિની આશા

અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મધ્યસ્થતાથી હવે ઈઝરાયલ અને હમાસ વચ્ચે શાંતિ સમજૂતી થઈ છે. આ સમજૂતી બાદ ગાઝામાં ફરી જીવનની ચહલપહલ શરૂ થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે.

ભારતની ભૂમિકા

ફિલિસ્તીનના રાજદૂતે જણાવ્યું કે, “ભારત સક્ષમ છે, તે ગાઝાના પુનઃનિર્માણમાં મદદ કરે.”

તેમણે કહ્યું કે ભારત માનવતા અને શાંતિનો દૂત બની શકે છે.

 

 

TAGGED:
Share This Article