ભારતીય છાત્રો પર કિર્ગિસ્તાનમાં હુમલો

Reena Brahmbhatt
2 Min Read

નવી દિલ્હી, તા. 18 : કિર્ગિસ્તાનના પાટનગર બિશ્કેકમાં ગઇ મોડી રાત્રે સ્થાનિકોએ ભારત અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પર હુમલો કરતાં અનેક વિદ્યાર્થી ઇજાગ્રસ્ત બન્યા છે. પાકિસ્તાનના અનેક વિદ્યાર્થીનાં મોત થયાનું પણ અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. જો કે, મૃતકોની સંખ્યા હજુ બહાર આવી નથી. વિદ્યાર્થીઓ પર હુમલાની ઘટના બાદ વિદેશ મંત્રાલયે ભારતીય વિદ્યાર્થીઓને બહાર નીકળવાની ના પાડી દીધી છે. ભારતમાં વસતા ચિંતિત વાલીઓ માટે હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે.

પાકિસ્તાને પણ હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું કે, સ્થાનિક લોકો એ હોસ્ટેલમાં ઘૂસી ગયા, જ્યાં ભારતીય, પાકિસ્તાન અને બાંગલાદેશી વિદ્યાર્થીઓ રહેતા હતા. હિંસામાં અનેક વિદ્યાર્થી ઘાયલ થયા છે. વિદેશમંત્રી એસ. જયશંકરે ટ્વીટ કરીને કહ્યું હતું કે, તેઓ આખા મામલા પર નજર રાખી રહ્યા છે. વિદ્યાર્થીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને દૂતાવાસે ઇમર્જન્સી નંબર 0555710041 જાહેર કર્યો છે. મીડિયા હેવાલ પ્રમાણે બિશ્કેકમાં 13મેના ઇજિપ્ત અને કિર્ગિઝ વિદ્યાર્થીઓ વચ્ચે ઝઘડો થયો હતો, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગયો.

- Advertisement -

2024 5largeimg 379594437

એ પછી સ્થાનિક કિર્ગિઝ વિદ્યાર્થીઓએ ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશી વિદ્યાર્થીઓને નિશાન બનાવ્યા હતા. ભારત, પાકિસ્તાન અને બાંગલાદેશથી વિશાળ સંખ્યામાં વિદ્યાર્થીઓ કિર્ગિસ્તાનમાં મેડિકલનો અભ્યાસ કરવા જાય છે. પાકિસ્તાનના પી.એમ. શાહબાઝ શરીફે વિદ્યાર્થીઓ પરના હુમલા અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે પાકિસ્તાનના રાજદૂતને વિદ્યાર્થીઓને જરૂરી મદદ આપવાનો નિર્દેશ?આપ્યો હતો. પરિસ્થિતિને જોતાં પાકિસ્તાની દૂતાવાસે પણ વિદ્યાર્થીઓને ઘરની અંદર રહેવાની સલાહ આપી છે. સોશિયલ મીડિયા પર દાવો કરવામાં આવ્યો હતો કે, હિંસામાં અનેક પાકિસ્તાની વિદ્યાર્થીઓનાં મોત થયાં છે અને અનેક સાથે દુષ્કર્મ કરવામાં આવ્યું છે. જો કે, દૂતાવાસે આ દાવાને અફવા ગણાવી છે. ઉલ્લેખનીય છે કે, કિર્ગિસ્તાનમાં લગભગ 12 હજાર પાકિસ્તાની અને 15 હજાર ભારતીય વિદ્યાર્થી વિવિધ કોર્સ કરી રહ્યા છે. પાકિસ્તાની વિદ્યાર્થીઓએ સરકાર પાસે માંગ કરી છે કે, તેમને તેમના દેશ મોકલવામાં આવે.

- Advertisement -
Share This Article