Military Coup In Benin: આફ્રિકન દેશ બેનિનમાં સેનાએ તખ્તાપલટ કરીને સત્તા પર નિયંત્રણ મેળવી લીધું છે. બેનિનમાં સૈનિકોના એક જૂથે નિવેદન જારી કરીને કહ્યું કે તેઓ વર્તમાન સરકારને ભંગ કરી રહ્યા છે.
સૈનિકોએ કહ્યું કે પ્રેસિડેન્ટ પેટ્રિસ ટેલોન, અન્ય નેતાઓ અને તમામ સરકારી સંસ્થાઓની સત્તાઓ સમાપ્ત કરવામાં આવી રહી છે. ‘મિલિટરી કમિટી ફોર રિફાઉન્ડેશન’ (Military Committee for Refoundation) નામના જૂથે રવિવારે અચાનક દેશના સરકારી ટીવી પર આવીને તખ્તાપલટની જાહેરાત કરી.
કોણ છે નવા નેતા?
મિલિટરી કમિટી ફોર રિફાઉન્ડેશને જણાવ્યું છે કે તે વસ્તુઓને પોતાના નિયંત્રણમાં લઈ રહ્યા છે.
હાલમાં લેફ્ટનન્ટ કર્નલ પાસ્કલ ટિગરીને મિલિટરી કમિટીના પ્રેસિડેન્ટ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
સેનાએ પેટ્રિસ ટેલોનને સત્તા પરથી હટાવ્યા છે. ટેલોન 2016 થી સત્તામાં હતા.
એપ્રિલમાં યોજાનારી આગામી પ્રેસિડેન્ટ ચૂંટણી પછી તેઓ પદ છોડશે તેવી અપેક્ષા હતી.

