PM Modi’s special gift to Elon Musk’s kids: એલોન મસ્કના બાળકોને PM મોદીની વિશેષ ભેટ, જે દરેક ભારતીય ઘરમાં જોવા મળે!

Arati Parmar
3 Min Read

PM Modi’s special gift to Elon Musk’s kids: વડાપ્રધાન મોદીનો અમેરિકાનો પ્રવાસ ઘણી દ્રષ્ટીએ બહુ ખાસ રહ્યો છે. આ પ્રવાસ દરમિયાન તેઓએ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વેપાર સહિતના મુદ્દે વાતચીત કરી હતી. ટુંકમાં ભારત અને અમેરિકાના સંબંધો મજબૂત બનાવવા માટે ભારત અને અમેરિકા તરફથી વિવિધ પ્રયાસો કરાયા હતા. આ પ્રવાસ દરમિયાન વડાપ્રધાન મોદી દિગ્ગજ ઉદ્યોગપતિ અને ટ્રમ્પના નજીકના એલોન મસ્ક સાથે પણ મુલાકાત કરી હતી. તેમના પ્રવાસના પહેલા દિવસે પીએમ મોદીએ અમેરિકાના ટેક અબજોપતિ એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. પીએમ મોદી સાથે મુલાકાત દરમિયાન એલોન મસ્કનો આખો પરિવાર પણ સાથે હતો. આ મુલાકાતની ખાસ વાત એ હતી કે બ્લેર હાઉસમાં મુલાકાત દરમિયાન પીએમ મોદીએ એલોન મસ્કના બાળકોને ભેટ આપી. પીએમ મોદીના હાથમાં ભેટ જોઈને બાળકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા.

પીએમ મોદી, એલોન મસ્કના બાળકો માટે ગિફ્ટ લઈને આવ્યા હતા. મસ્કના બાળકોને પીએમ મોદીના હાથમાં ગિફ્ટ્સ દેખાયા, તેઓ ખુશીથી ઝૂમી ઉઠ્યા અને પીએમ મોદી પાસે આવીને ગિફ્ટ્સ લેવા લાગ્યા હતા. આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની બે દિવસની અમેરિકાની યાત્રા દરમિયાન ગુરુવારે સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્ક સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમણે મસ્કના બાળકો સાથે પણ વાતચીત કરી અને તેમને કેટલીક પુસ્તકો ભેટમાં આપી હતી. એલોન મસ્ક તેમના પરિવાર સાથે બ્લેર હાઉસ પહોંચ્યા, જ્યાં તેમણે વડાપ્રધાન મોદીને મળ્યા. તેમના સાથે તેમની ગર્લફ્રેન્ડ શિવોન ઝિલિસ અને ત્રણ બાળકો પણ હતા.

- Advertisement -

પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કર્યું કે વોશિંગ્ટન ડીસીમાં એલોન મસ્ક સાથે તેમની સારી વાતચીત થઈ હતી. તેમણે અંતરિક્ષ, ટેકનોલોજી, ઇનોવેશન અને મોબિલિટી જેવા અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી, જે મસ્કને ખાસ ગમે છે. તેમણે કહ્યું, “મેં ભારતમાં સુધારાઓ અને ‘ઓછી સરકાર, વધુ શાસન’ની દિશામાં કરવામાં આવતા પ્રયાસો પર ચર્ચા કરી.” એક અન્ય એક્સ પોસ્ટમાં, મસ્કે તેમના પરિવાર સાથે લેવામાં આવેલી તસવીરો શેર કરી અને લખ્યું, “એલોન મસ્કના પરિવાર સાથે મળીને અને વિવિધ વિષયો પર ચર્ચા કરીને આનંદ થયો!”

તસવીરોમાં મસ્કના બાળકોને તેમને ભેટમાં આપવામાં આવેલી પુસ્તકોના પાનાંઓ પલટતા પણ બતાવવામાં આવ્યા છે. ખબર મુજબ, પીએમ મોદીએ મસ્કના બાળકોને ત્રણ પુસ્તકો ભેટમાં આપ્યા – જેમાં રવીન્દ્રનાથ ટાગોરની દ ક્રિસેન્ટ મૂન, આર.કે. નારાયણની દ ગ્રેટ કલેક્શન અને પંડિત વિષ્ણુ શર્માની પંચતંત્રનો સમાવેશ થાય છે. મસ્કે પીએમ મોદીને હીટ શીલ્ડ ટાઇલનો એક ટુકડો ભેટમાં આપ્યો હતો, જે 13 ઓક્ટોબર 2024ના સ્ટારશિપની પાંચમી ટેસ્ટ ફ્લાઇટમાં ઉપયોગમાં લેવાયો હતો.

- Advertisement -

જણાવી દઈએ કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા મહિને મસ્કને નવા અમેરિકન સરકારી કાર્યક્ષમતા વિભાગ (DOGE)ના વડા બનાવ્યા હતા. પીએમ મોદી બુધવારે સાંજે અમેરિકાની રાજધાની પહોંચ્યા, જ્યાં તેમની રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક કરી છે. જેમાં વેપાર, બન્ને દેશોના સંબંધો, ટેરિફ સહિત દુનિયાના મહત્વના મુદ્દે વાતચીત થઈ હતી.

Share This Article