Trump refuses funding Harvard: ટ્રમ્પ હાર્વર્ડ સામે સખત: ‘પૈસા માંગશો નહીં, તમારું 5.20 મિલિયન ડોલર વાપરો’

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Trump refuses funding Harvard: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એક વખત હાર્વર્ડ યુનિવર્સિટી પર હુમલો કર્યો છે. ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહેલા લગભગ 31 ટકા વિદ્યાર્થીઓ વિદેશી છે અને હાર્વર્ડ આ વિદ્યાર્થીઓની વિગતો આપવાનો ઈનકાર કરે છે. સરકાર તેમને અબજો ડોલરનું ભંડોળ આપે છે. તો તેમણે જવાબ આપવો જોઈએ. આ સાથે ટ્રમ્પે દાવો કર્યો છે કે હાર્વર્ડ પાસે 5.20 કરોડ ડોલરનું ભંડોળ છે. યુનિવર્સિટી તેનો ઉપયોગ કરી શકે છે. ફેડરલ સરકારને તમને ભંડોળ આપવાની કોઈ જરૂર નથી.

ટ્રમ્પ સરકારે હાર્વર્ડ યુનિવર્સિટીને વિદેશી વિદ્યાર્થીઓને પ્રવેશ આપતા રોકી દીધી હતી. દુનિયાની ટોચની સંસ્થાઓમાંથી એક હાર્વર્ડે ટ્રમ્પ સરકારના આ નિર્ણયને ગેરકાયદે ગણાવતા કોર્ટમાં પડકાર્યો હતો.

- Advertisement -

કોર્ટે ટ્રમ્પ સરકારના નિર્ણય પર સ્ટે મૂકી દીધો હતો. જોકે હવે ફરી એક વખત ટ્રમ્પે હાર્વર્ડમાં વિદેશી વિદ્યાર્થીઓના પ્રવેશને રોકવાના તેમના નિર્ણયનો બચાવ કર્યો છે.

અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર હાર્વર્ડ સામે અનેક સવાલ ઊઠાવ્યા છે. ટ્રમ્પે લખ્યું કે, હાર્વર્ડમાં અભ્યાસ કરનારા લગભગ 31 ટકા વિદ્યાર્થી વિદેશી છે અને યુનિવર્સિટી આ વિદ્યાર્થીઓની માહિતી આપવામાં ટાળમટોળ કરી રહી છે. હાર્વર્ડ કેમ નથી કહેતી કે તેના લગભગ 31 ટકા વિદ્યાર્થી વિદેશી છે, જેમાંથી કેટલાક તો અમેરિકાના મિત્ર દેશો પણ નથી. આ દેશો પોતાના વિદ્યાર્થીઓના શિક્ષણ માટે કોઈ ચૂકવણી નથી કરી રહ્યા તો અમેરિકા શા માટે તેમની પાછળ નાણાં ખર્ચે.

- Advertisement -

તેમણે વધુમાં લખ્યું કે, અમે જાણવા માગીએ છીએ કે હાર્વર્ડમાં અભ્યાસ કરતા વિદેશી વિદ્યાર્થીઓ કોણ છે. આ એક યોગ્ય સવાલ છે, કારણ કે અમે હાર્વર્ડને અબજો ડોલરની સહાય કરીએ છીએ. અમે એ વિદ્યાર્થીઓના નામ અને દેશોના નામ જાણવા માગીએ છીએ.

તેમણે ઉમેર્યું કે હાર્વર્ડ પાસે 5.20 કરોડ ડોલર (અંદાજે રૂ. 4 અબજથી વધુ)નું ભંડોળ છે. યુનિવર્સિટી તેનો ઉપયોગ કરે અને ફેડરલ સરકારને તેમને ભંડોળ આપવાનું ચાલુ રાખવાનું ના કહે. ટ્રમ્પ સરકારે અગાઉ હાર્વર્ડ માટેનું ૨.૨ અબજ ડોલરનું ફેડરલ દાન અને 45 કરોડ ડોલરનું વધારાનું ભંડોળ ફ્રીઝ કરી દીધું છે.

- Advertisement -

 

Share This Article