Aadhaar Name Update: લગ્ન કે છૂટાછેડા બાદ આધાર કાર્ડમાં નામ કેવી રીતે બદલવું? જાણો ઓનલાઈન સંપૂર્ણ પ્રોસેસ

Arati Parmar
4 Min Read

આધાર કાર્ડમાં નામ બદલવું હવે થયું સરળ, UIDAIએ નિયમોમાં કર્યો મોટો ફેરફાર

Aadhaar Name Update: આધાર કાર્ડ જેટલું જરૂરી ડોક્યુમેન્ટ છે, તેટલું જ જરૂરી તેમાં નામનું સાચું હોવું પણ છે. જોકે ઘણી વખત લગ્ન, છૂટાછેડા અથવા વ્યક્તિગત કારણોસર આધાર કાર્ડમાં નામ બદલાવવું પડે છે. થોડા સમય પહેલાં સુધી આધાર કાર્ડમાં નામ બદલાવવા માટે લોકોને કડક નિયમો અને ઓનલાઈન અરજીઓ વારંવાર રિજેક્ટ થવા જેવી મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ મુશ્કેલીને સમજતા UIDAIએ નામ બદલવાની સમગ્ર પ્રોસેસને ઘણી સરળ બનાવી છે.

એવું નથી કે નામ બદલવાની પ્રોસેસ પહેલાં ઓનલાઈન ઉપલબ્ધ નહોતી, પરંતુ હવે તેને ડોક્યુમેન્ટ્સના મામલે સરળ બનાવવામાં આવી છે. હવે તમે ઓનલાઈન થોડા સ્ટેપ્સ ફોલો કરીને આધાર કાર્ડમાં તમારું નામ બદલી શકો છો.

- Advertisement -

આધાર કાર્ડમાં નામ બદલાવવા અંગે શું બદલાયું?

આધારમાં પહેલાં પણ ઓનલાઈન નામ બદલવાની સુવિધા હતી, પરંતુ પહેલાં ઓનલાઈન માત્ર નામની સ્પેલિંગ અથવા ટાઇપોની ભૂલ વગેરે સુધારી શકાતી હતી. નિયમો અને ડોક્યુમેન્ટ્સ સ્પષ્ટ ન હોવાને કારણે લગ્ન અથવા છૂટાછેડા બાદ સરનેમ બદલવા માટેની ઘણી ઓનલાઈન અરજીઓ રિજેક્ટ થઈ જતી હતી.

આ ઉપરાંત જીવનમાં માત્ર બે વખત નામ બદલી શકવાની શરતને કારણે લોકો ભૂલ કરવાથી બચતા હતા. હવે UIDAI તરફથી ડોક્યુમેન્ટ્સની લિસ્ટ સ્પષ્ટ કરવામાં આવી છે, જેના કારણે અરજી રિજેક્ટ થવાનું પ્રમાણ ઘટવું જોઈએ.

- Advertisement -

ઓનલાઈન નામ કેવી રીતે અપડેટ કરવું

  1. તમારું નામ અપડેટ કરવા માટે તમારે UIDAIના myAadhaar પોર્ટલ પર જવું પડશે.
    હવે તમારા આધાર નંબર અને સ્ક્રીન પર દેખાતા કોડની મદદથી કેપ્ચા કોડ દાખલ કરીને Login with OTP પર ક્લિક કરો.
  2. તમને રજિસ્ટર્ડ નંબર પર 6 અંકનો OTP મળશે, તેને દાખલ કરીને પોર્ટલમાં લૉગ-ઇન કરો.
    ડેશબોર્ડ પર હાજર સર્વિસિસમાં Name / Gender / Date of Birth & Address Updateનો વિકલ્પ પસંદ કરો.
  3. આગળના પેજ પર Update Aadhaar Online પર ક્લિક કરો.
  4. લિસ્ટમાંથી Name વાળા વિકલ્પ પર ટિક કરો અને Proceed to Update Aadhaar પર ક્લિક કરો.
  5. તમારું નવું અને સાચું નામ દાખલ કરો.
  6. જે પણ કારણ હોય તે અનુસાર સપોર્ટિંગ ડોક્યુમેન્ટની સ્પષ્ટ અને સ્કેન કરેલી કૉપી અપલોડ કરી દો.
  7. દાખલ કરેલી ડિટેલ ચેક કરો અને ઓનલાઈન પેમેન્ટ ગેટવે પર જાઓ.
  8. 75 રૂપિયાની ફીનું પેમેન્ટ કરો.
  9. પેમેન્ટ સફળ થયા બાદ તમને એક્નૉલેજમેન્ટ સ્લિપ ડાઉનલોડ કરવાનો વિકલ્પ મળશે. તેને સાચવીને રાખો, આના દ્વારા તમે અરજીનું સ્ટેટસ પણ ચેક કરી શકશો.

ધ્યાનમાં રાખવા જેવી બાબતો

  1. જો તમે લગ્ન બાદ નામ અથવા સરનેમ બદલાવી રહ્યા છો, તો મેરેજ સર્ટિફિકેટ ઉપલબ્ધ કરાવવું જરૂરી છે. જો મેરેજ સર્ટિફિકેટ પર અરજદારનો ફોટો ન હોય, તો જૂના નામવાળું અન્ય માન્ય ફોટો ઓળખપત્ર સાથે જોડવું પડશે.
  2. જ્યારે છૂટાછેડા બાદ નામ અપડેટ કરાવવાનું હોય, ત્યારે ફેમિલી કોર્ટ દ્વારા જારી કરવામાં આવેલી છૂટાછેડાની ડિક્રી આપવી પડશે. તેના પર ફોટો ન હોય તેવી સ્થિતિમાં ફોટો ધરાવતું જૂનું ઓળખપત્ર આપવું પડશે.
  3. જો તમે લગ્ન અથવા છૂટાછેડા વિના જ પહેલું નામ અથવા સંપૂર્ણ નામ બદલવા માંગતા હો, તો તેના માટે માત્ર ભારત સરકારનું સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જ માન્ય રહેશે. ધ્યાન રાખો કે ગેઝેટ નોટિફિકેશન માત્ર નામ બદલવા માટે સ્વીકાર્ય છે, સરનામું અથવા જન્મતારીખમાં ફેરફાર માટે નહીં.
Share This Article