નવી દિલ્હી : દેશમાં આજથી ત્રણ નવા ફોજદારી કાયદા લાગુ કરવામાં આવ્યા છે. ત્યારે દિલ્હીમાં( Delhi) નવા કાયદા હેઠળ પ્રથમ કેસ પણ નોંધવામાં આવ્યો છે. ભારતીય ન્યાયિક સંહિતા 2023 મુજબ દિલ્હીના કમલા માર્કેટમાં પહેલી FIR નોંધવામાં આવી છે. અહીં જાહેર સ્થળોએ સામાન વેચતા યુવક વિરુદ્ધ કલમ 285 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. આરોપ છે કે દિલ્હી રેલવે સ્ટેશન પર યુવકે અડચણ ઉભી કરીને સામાન વેચ્યો.

લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો
સોમવાર 1 જુલાઈથી દેશમાં ત્રણ નવા કાયદા અમલમાં આવ્યા છે. આવી સ્થિતિમાં પોલીસકર્મીઓ અને વકીલો માટે નવો કાયદો યાદ રાખવો ખૂબ મુશ્કેલ બની જશે. આ કારણોસર, વહીવટીતંત્ર સતત પોલીસકર્મીઓ માટે બેઠકો અને તાલીમનું આયોજન કરી રહ્યું છે. લોકોમાં જાગૃતિ લાવવાના પ્રયાસો પણ કરવામાં આવી રહ્યા છે.

