આમળાના રસના ફાયદા જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 3 Min Read

બેડ કોલેસ્ટ્રોલ માટે બેસ્ટ છે આમળાનો રસ, આ રીતે પીશો તો નસે નસમાં જામેલું કોલેસ્ટ્રોલ નીકળી જશે
આમળાના રસમાં એવા ગુણ હોય છે જે શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સાથે જ તે આંખની નબળાઈ દૂર થાય છે અને આંખની રોશની વધારે છે. આમળાનો રસ સ્થૂળતા ઘટાડવામાં પણ અસરકારક છે. તો ચાલો તમને પણ જણાવીએ કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં આમળાનો રસ કેવી રીતે ઉપયોગી છે.

હાઈ કોલેસ્ટ્રોલ લેવલ આજના સમયમાં સામાન્ય થતું જાય છે. જો શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું સ્તર વધી જાય તો હૃદય રોગનું જોખમ વધી જાય છે. તેથી જ શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને કંટ્રોલમાં કરવું જરૂરી હોય છે. જો તમે બેડ કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરવા માંગો છો તો આમળાનો રસ નિયમિત રીતે પીવાની શરૂઆત કરો.

- Advertisement -

આમળાના રસમાં એવા ગુણ હોય છે જે શરીરમાં વધતા બેડ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. સાથે જ તે આંખની નબળાઈ દૂર થાય છે અને આંખની રોશની વધારે છે. આમળાનો રસ સ્થૂળતા ઘટાડવામાં પણ અસરકારક છે. તો ચાલો તમને પણ જણાવીએ કે બેડ કોલેસ્ટ્રોલને ઘટાડવામાં આમળાનો રસ કેવી રીતે ઉપયોગી છે.

ambala amla

- Advertisement -

આમળાના રસના ફાયદા

રોજ 1 કપ આમળાનો રસ પીવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે. મુખ્ય રીતે તો બેડ કોલેસ્ટ્રોલની સમસ્યાથી મુક્તિ મળે છે. બેડ કોલેસ્ટ્રોલથી બચવું હોય તો ફ્રેશ આમળાનો જ્યુસ નિયમિત પીવો. આયુર્વેદમાં પણ આમળાના ગુણની વિશેષ ચર્ચા કરવામાં આવી છે. આમળા વિટામિન સીથી ભરપુર હોય છે અને તેમાં એન્ટિઓક્સિડન્ટ અને જરૂરી મિનિરલ્સ પણ હોય છે. કેટલીક રિસર્ચ અનુસાર આમળાના રસનું સેવન કરવાથી બેડ કોલેસ્ટ્રોલ વધતું અટકે છે. એટલે કે આમળા કોલેસ્ટ્રોલના લેવલને ઘટાડે છે.

- Advertisement -

આમળાનો રસ ક્યારે પીવો ?

બેડ કોલેસ્ટ્રોલ કરવા માટે આમળાનો રસ પીવો હોય તો સૌથી સારો સમય છે સવારનો સમય. સવારના સમયે ખાલી પેટ આમળાનું સેવન કરવાથી સૌથી વધુ ફાયદો થાય છે. આમળા એવી વસ્તુ છે જેને તમે દિવસ દરમિયાન કોઈપણ સમયે લઈ શકો છો. જો વજન ઘટાડવા માટે આમળાનો રસ પીતા હોય તો જમ્યાના 2 કલાક પહેલા આમળાનો રસ પીવો જોઈએ. આમળાનો રસ તૈયાર કરવા માટે 2 આમળાના ટુકડાને એક કપ પાણી સાથે મિક્સરમાં પીસી લેવા. ત્યાર પછી તેને ગાળી અને તેનો રસ કાઢી તુરંત જ પી જવું.

Share This Article