આ સસ્તા ડ્રાયફ્રુટની શક્તિ કાજુ-બદામ કરતાં પણ વધારે, આ સમસ્યા હોય એવા લોકોએ રોજ ખાવી આ વસ્તુ
ચિલ્ગોઝા જેને પાઈન નટ્સ પણ કહેવાય છે તેને રોજ ખાઈ શકાય છે. આ ડ્રાયફ્રુટ ઓછું લોકપ્રિય છે. જો કે આ વસ્તુ તમને કાજુ, બદામ કરતા વધારે ફાયદો કરી શકે છે.
ડ્રાયફ્રુટ સ્વાસ્થ્ય માટે કેટલા ફાયદાકારક છે તે આપણે સૌ જાણીએ છીએ. મોટાભાગે ડ્રાયફ્રુટમાં લોકો બદામ, કાજુ, અખરોટ અને કિસમિસનું સેવન કરતા હોય છે. એ વાતમાં કોઈ શંકા નથી કે આ વસ્તુઓ સ્વાસ્થ્ય માટે વરદાન સમાન છે. પરંતુ અન્ય એક ડ્રાયફ્રુટ એવું છે જે આ બધી જ વસ્તુ કરતાં વધારે શક્તિશાળી છે અને શરીરના ફાયદા પણ વધારે કરે છે. જોકે આ ડ્રાયફ્રુટ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે અને તેનો ઉપયોગ પણ ઓછા લોકો કરે છે.
જે ડ્રાયફ્રુટની અહીં વાત થઈ રહી છે તે છે પાઈન નટ્સ. પાઈન નટ્સમાં વિટામિન ઈ, પ્રોટીન, ફાઇબર, મેગ્નેશિયમ, કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. જે શરીરને લાભ કરે છે. તો ચાલો તમને જણાવીએ કયા લોકોએ પાઈન નટ્સનું સેવન કરવું જોઈએ અને તેને ખાવાની સાચી રીત કઈ છે.
પાઈન નટ્સ ખાવાની રીત
પાઈન નટ્સને ડાયટમાં અલગ અલગ રીતે સામેલ કરી શકાય છે. ફોતરા કાઢીને પાઈન નટ્સને ખાઈ શકાય છે અને તેને શેકીને પણ ઉપયોગમાં લઈ શકાય છે. પાઈન નટ્સને તમે સબ્જીમાં ઉમેરીને પણ લઈ શકો છો.
પાઈન નટ્સ ખાવાના ફાયદા
ડાયાબિટીસ – ડાયાબિટીસના દર્દી માટે ચિલ્ગોઝા ખાવા ફાયદાકારક છે. તેમાં એન્ટી ડાયાબિટીસ ગુણ હોય છે જે શરીરમાં ઇન્સ્યુલિનની માત્રા કુદરતી રીતે વધારવામાં મદદ કરે છે.
હાર્ટ – પાઈન નટ્સમાં મોનોસેક્યુરેટેડ ફેટ હોય છે જે હૃદયનું સ્વાસ્થ્ય સારું રાખવામાં મદદ કરે છે. હાર્ટને હેલ્ધી રાખવા માટે આ ડ્રાયફ્રૂટનું સેવન કરી શકાય છે.
હાડકા – પાઈન નટ્સમાં કેલ્શિયમ સારા એવા પ્રમાણમાં હોય છે જે હાડકામાં મજબૂતી બનાવી રાખે છે. જો તમારા હાડકા નબળા હોય તો તેનું સેવન કરવાનું રાખો.
સ્થૂળતા – જે લોકોનું વજન વધારે હોય તેમણે પણ પાઈન નટ્સનું સેવન કરવું જોઈએ. તેમાં પ્રોટીન અને ફાઈબર સારા એવા પ્રમાણમાં હોય છે જે વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે.
મસલ્સ – જો તમે પણ મસલ્સ વધારવા માંગો છો તો ચિલ્ગોઝા ખાવાનું રાખો તેનાથી ફાયદો થઈ શકે છે.