Indian foods with foreign origin: સમોસાથી લઈને જલેબી અને ગુલાબ જાંબુ સુધી: જાણીતા દેશી ફૂડ્સ જે હકીકતમાં ભારતના નથી

Arati Parmar
By Arati Parmar 3 Min Read

Indian foods with foreign origin: ભારતને વિવિધતાનો દેશ કહેવામાં આવે છે. અહીં તમને જાત-ભાતની ખાણી-પીણીની વસ્તુઓ મળી જશે. આપણે બધા  રેસ્ટોરન્ટમાં ખાવા માટે બહાર જઈએ છીએ. તમે જોયું હશે કે જ્યારે પણ આપણે કોઈ રેસ્ટોરન્ટ કે ઢાબામાં દેશી વાનગીનો ઓર્ડર કરીએ છીએ, ત્યારે એવું લાગે છે કે તે સંપૂર્ણપણે ભારતીય છે. પરંતુ શું તમે જાણો છો કે આવા ઘણા પ્રખ્યાત દેશી ફૂડ્સ છે, જેનો ભારત સાથે કોઈ સંબંધ નથી, પરંતુ વિદેશી દેશો સાથે છે.

આજે આપણે જે ફૂડ્સને ભારતીય માનીએ છીએ તે હકીકતમાં કોઈ બીજા દેશમાંથી અહીં આવી છે. સમયની સાથે-સાથે તે આપણા સ્વાદ અને સંસ્કૃતિનો હિસ્સો બની ગઈ. ભારતમાં હંમેશાથી વિવિધ દેશો અને સભ્યતાઓની અસર જોવા મળી છે. પછી ભલે તે મુઘલોનું આગમન હોય, કે બ્રિટિશ શાસન હોય કે પછી વ્યવસાય માટે ભારતમાં આવેલા વિદેશીઓ, તેમની ખાવાની આદતો પણ આપણા દેશમાં સમાવિષ્ટ થતી ગઈ.

- Advertisement -

ધીમે-ધીમે આ ફૂડ્સ ભારતમાં એટલા ફેમશ થઈ ગયા કે લોકો એવું વિચારવા લાગ્યા કે આ તો ભારતનું જ છે. આજે જ્યારે આપણે આ ફૂડ જોઈએ છીએ, ત્યારે એવું લાગતું નથી કે તેનો ક્યારેય કોઈ અન્ય દેશ સાથે સંબંધ રહ્યો હશે. આજે અમે તમને એવા દેશી ફૂડ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેનું કનેક્શન ભારત સાથે નથી.

સમોસા

સમોસા એ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું દેશી સ્નેક છે. પહેલા તે માત્ર રેસ્ટોરન્ટ કે ઢાબામાં જ મળતા હતા, પરંતુ હવે તે ઘરે પણ બનાવવામાં આવે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, આ નાસ્તો ભારતનો નથી, પરંતુ તે એક વિદેશી દેશનો છે. તેનો ઈતિહાસ સેન્ટ્રલ એશિયા સાથે જોડાયેલો છે. ત્યાં તેને ‘સંબૂસા’ કહેવામાં આવતા હતા.

દાળ-ભાત

ભારતીય ઘરોમાં દાળ ભાત દરરોજ ખાવામાં આવે છે. તેના વગર લોકોનો દિવસ અધૂરો રહે છે. પરંતુ કોઈએ ક્યારેય વિચાર્યું પણ નહીં હોય કે દાળ-ભાત પણ વિદેશી હોઈ શકે છે. તે નેપાળથી ભારતમાં આવ્યા હતા.

ગુલાબ જાંબુ

જ્યારે પણ મીઠાઈનું નામ લેવામાં આવે છે, ત્યારે ગુલાબ જાંબુનું નામ સૌથી પહેલા લેવામાં આવે છે. તે ભારતના દરેક તહેવાર પર બનાવવામાં આવે છે. પરંતુ આ ડિશ મુઘલ સમ્રાટો દ્વારા પર્શિયાથી ભારતમાં લાવવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ગુલાબ જાંબુને પહેલા ‘લુકમા તે અલ કાદી’ તરીકે ઓળખવામાં આવતું હતું.

હલવો

હલવો પણ ભારતમાં સૌથી વધુ ખાવામાં આવે છે. તેનો ઈતિહાસ ભારત અને પર્શિયા બંને સાથે જોડાયેલો છે. પરંતુ તેનું નામ પર્શિયન શબ્દ ‘હલવ’ પરથી લેવામાં  છે. તેનો અર્થ સ્વીટ થાય છે.

જલેબી

જલેબીનો ઈતિહાસ પણ ભારતનો સાથે નથી, પરંતુ તેની શરૂઆત મધ્ય પૂર્વમાં થઈ હતી. ત્યાં તેને ‘જલાબિયા’ અથવા ‘જલુબિયા’ તરીકે ઓળખવામાં આવતી હતી.

પાઉંભાજી

પાઉંભાજીનું નામ સાંભળીને લોકો ઘણીવાર વિચારે છે કે તે સંપૂર્ણપણે ભારતીય ફૂડ છે, પરંતુ પાંઉ શબ્દ પોર્ટુગીઝ છે. પોર્ટુગલમાં તેને પાંઉ કહેવામાં આવતું હતું. પોર્ટુગીઝ લોકો આ પાઉં સાથે મરચાં અને મસાલા ઉમેરીને છૂંદેલા શાકભાજી ખાતા હતા. જ્યારે તે ભારતમાં આવ્યું ત્યારે તેનું નામ પાઉંભાજી પડી ગયું.

Share This Article