Meerut Husband Murder Case: “મેં હત્યા નહીં, વધ કર્યો…” સૌરભ હત્યાકાંડમાં આરોપી પત્નીની ચોંકાવનારી કબૂલાત, તંત્ર-મંત્રનું કનેક્શન ખુલ્યું!

Arati Parmar
By Arati Parmar 5 Min Read

Meerut Husband Murder Case: ઉત્તર પ્રદેશના મેરઠમાં પત્ની દ્વારા પતિની ઘાતકી રીતે હત્યાની ઘટનાની હાલ દેશભરમાં ભારે ચર્ચા થઇ રહી છે. પત્નીએ પોતાના પ્રેમી સાથે મળીને પતિની હત્યા કર્યા બાદ તેના મૃતદેહના 15 ટુકડા કરી નાખ્યા હતા. એટલું જ નહીં બાદમાં બંને આરોપીઓએ મળીને પતિના શરીરના આ ટુકડાને પ્લાસ્ટિકના ડ્રમમાં નાખ્યા અને બાદમાં તેના પર સિમેન્ટ ભરીને તેને સીલ કરી દીધુ હતું. મૃતક પતિ મર્ચન્ટ નેવીમાં ઓફિસર તરીકે કામ કરતો હતો. હાલ પોલીસે હત્યારી પત્ની અને તેના પ્રેમી બંનેની ધરપકડ કરી લીધી છે.

 હત્યાના કેસમાં તંત્ર-મંત્રનો એંગલ

- Advertisement -

હત્યારી મુસ્કાન ખૂબ જ ચાલાક છે. તેણે દિવ્ય શક્તિ અને અલૌકિક શક્તિઓનો ઉલ્લેખ કરીને તેના પ્રેમી જાળમાં ફસાવ્યો અને કહ્યું કે દેવી માતાએ સૌરભનો વધ કરવા માટે કહ્યું છે. હવે આ હત્યાના કેસમાં તંત્ર-મંત્રનો એંગલ પણ સામે આવી રહ્યો છે. પોલીસને આ હત્યાકાંડને અંજામ આપવામાં મુસ્કાનનો સાથ આપનાર પ્રેમી સાહિલના ઘરેથી ઘણી અજીબો-ગરીબ વસ્તુઓ મળી આવી છે. તેનું ઘર હજુ પણ પોતાની અંદર ઘણા રહસ્યો છુપાવી રહ્યું છે. આ એ જ ઘર છે જ્યાં સાહિલ સૌરભની હત્યા કર્યા પછી તેનું માથું અને બંને હાથ એક થેલીમાં લાવ્યો હતો. જ્યારે પોલીસે આ ઘરની તપાસ કરી ત્યારે ત્યાં એક અલગ જ દ્રશ્ય જોવા મળ્યું. અહીંની દિવાલો પોતાનામાં ઘણું બધું કહી રહી હતી. સાહિલે આ દિવાલો પર ભગવાન ભોલે શંકરની તસવીરો બનાવી હતી. આ ઉપરાંત એક જગ્યાએ તંત્ર ક્રિયા સાથે સબંધિત એક ખૂબ મોટું ચિત્ર પણ જોવા મળ્યું. તેણે આ તમામ ચિત્રો સ્કેચ પેનની મદદથી બનાવ્યા હતા. રૂમમાં એક બિલાડી પણ મળી આવી હતી જે સાહિલની પાલતુ બિલાડી હોવાનું કહેવાય છે. અંગ્રેજીમાં કેટલાક વાક્યો પણ આરોપી સાહિલની માનસિક સ્થિતિનું વર્ણન કરી રહ્યા હતા. પોલીસે મોડી રાત્રે તેનું ઘર સીલ કરી દીધું.

સૌરભને દારૂ પીવાની લત હતી

- Advertisement -

એસપી સિટી આયૂષ વિક્રમ સિંહે પોલીસ લાઈનમાં સૌરભ હત્યાકાંડનો સનસનીખેજ ખુલાસો કર્યો છે. તેમણે જણાવ્યું કે, સૌરભને દારૂ પીવાની લત હતી. મુસ્કાનનો તેના પતિ સાથે વિવાદ ચાલી રહ્યો હતો. બીજી તરફ મુસ્કાનનું વર્ષ 2019થી પોતાના એક જૂના સાથી સાહિલ સાથે પ્રેમ પ્રકરણ ચાલી રહ્યું હતું. તેના કારણે જ મુસ્કાને પોતાના પતિ સૌરભની હત્યાની યોજના બનાવી હતી. સાહિલ દૈવી શક્તિમાં વિશ્વાસ કરતો હતો, તેથી મુસ્કાને આ વાતનો ફાયદો ઉઠાવ્યો. મુસ્કાન સતત સાહિલને જણાવતી હતી કે મને દિવ્ય અને અલૌકિક શક્તિઓનો આભાસ થાય છે.

મુસ્કાન સાહિલને ભગવાન શિવ અને પોતાને પાર્વતી ગણાવે છે. મુસ્કાને જ સાહિલને કહ્યું હતું કે, દેવી મા એ સૌરભનો વધ કરવા માટે કહ્યું છે. 3/4 માર્ચની રાત્રે સૌરભના ભોજનમાં મુસ્કાને બેભાન કરી દેવાની દવા આપી હતી અને મોડી રાત્રે લગભગ 1:00 વાગ્યે સાહિલને ઘરે બોલાવ્યો હતો. ત્યારબાદ સૌરભની છાતીમાં મુસ્કાન અને સાહિલ બંનેએ એક સાથે મળીને ચપ્પુના ઘા ઝીંક્યા. ત્યારબાદ માથુ અને બંને હાથ કાપીને બેગમાં ભરી દીધા. પછી સૌરભના મૃતદેહના 15 ટુકડા કરી નાખ્યા, એટલુ જ નહીં બાદમાં બંને આરોપીઓએ મળીને પતિના શરીરના આ ટુકડાને પ્લાસ્ટિકના ટિંપણામાં નાખ્યા અને બાદમાં તેના પર સીમેન્ટ ભરીને તેને સીલ કરી દીધુ હતું.

- Advertisement -

સૌરભ પાસપોર્ટ રિન્યૂ કરાવવા આવ્યો હતો

એસપી સિટીએ જણાવ્યું કે, સૌરભનો પાસપોર્ટ એક્સપાયર થવાનો હતો તેથી સૌરભ પોતાનો પાસપોર્ટ રિન્યુ કરાવવા માટે મેરઠ આવ્યો હતો. નવો પાસપોર્ટ મેળવ્યા બાદ તે એપ્રિલમાં ફરી બ્રિટન પરત ફરવાનો હતો. આ જ દરમિયાન મુસ્કાને તેની હત્યા કરી નાખી.

25 ફેબ્રુઆરીના રોજ પણ હત્યાનો પ્રયાસ કરાયો હતો

25 ફેબ્રુઆરીની રાત્રે પણ મુસ્કાને સૌરભની હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દારૂમાં બેભાન કરવાની દવા મિક્સ કરી દીધી હતી. જોકે, તબિયત ખરાબ હોવાનું કહીને સૌરભે દારૂ ન પીધુ અને તે બચી ગયો હતો.

મુસ્કાન પોતાના પ્રેમી સાહિલને હંમેશા કાબૂમાં રાખવા માગતી હતી. મુસ્કાને તેના ભાઈ અને માતાના નામે બે અન્ય સ્નેપચેટ આઈડી પણ બનાવી હતી અને તેનાથી પોતાના જ એકાઉન્ટમાં મેસેજ મોકલતી હતી. ક્યારેક-ક્યારેક એવું બતાવવાનો પ્રયાસ કરતી હતી કે સાહિલની સ્વર્ગસ્થ માતાની આત્મા મુસ્કાનના ભાઈના શરીરમાં આવીને વાતચીત કરે છે. ત્યારબાદ તે આ મેસેજ સાહિલને વાંચીને સંભળાવતી હતી.

Share This Article