BCCI: મેચ ફિક્સિંગનો પડઘો, BCCIનો મોટો નિર્ણય, મુંબઈ T20 લીગના ભૂતપૂર્વ માલિક પર પ્રતિબંધ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મુંબઈ T20 લીગ ફ્રેન્ચાઈઝીના જૂના સહ-માલિક ગુરમીત સિંહ ભામરાહ પર ફિક્સિંગ માટે સંપર્ક કરવા બદલ આજીવન પ્રતિબંધ મૂકી દીધો છે. તે લીગમાં સોબો સુપરસોનિક્સના સહ-માલિક હતો. ભામરાહે ધવલ કુલકર્ણી અને ભાવિન ઠક્કરનો 2019ના ટુર્નામેન્ટના તબક્કા દરમિયાન ફિક્સિંગ માટે  સંપર્ક કર્યો હતો. આ કારણોસર BCCI એ તેના પર પ્રતિબંધ મૂક્યો છે. ધવલ એક જાણીતો ચહેરો છે, જે IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ તરફથી રમી ચૂક્યો છે પરંતુ હવે તેણે નિવૃતિ લઈ લીધી છે.

ગુરમીત સિંહ ભામરાહ પણ બંધ થઈ ચૂકેલી GT20 કેનેડા સાથે પણ જોડાયેલો હતો અને હવે તે મુંબઈ T20 લીગનો પણ હિસ્સો નથી. આ લીગને વર્ષ 2019 પછી ફરી શરૂ કરવામાં આવી રહી છે. BCCIના એન્ટી કરપ્શન યુનિટે આગળ ભલામણ કરી હતી કે, કોડની કલમ 4 અને કલમ 5 ની જોગવાઈઓ હેઠળ પ્રતિવાદી સામે યોગ્ય આદેશો પસાર કરી શકાય છે. BCCI ના ACU કોડ પ્રમાણે કલમ 2.1.1 અથવા 2.1.2 અથવા 2.1.3 અથવા 2.1.4 હેઠળ કોઈપણ ગુનામાં ઓછામાં ઓછા પાંચ વર્ષ અને વધુમાં વધુ આજીવન પ્રતિબંધ રહેશે.

- Advertisement -
TAGGED:
Share This Article