AI Helps Woman to Detect Blood Cancer: ચેટજીપીટી દ્વારા મહિલાના બ્લડ કેન્સરનું એક વર્ષ પહેલાં નિદાન

Arati Parmar
By Arati Parmar 2 Min Read

AI Helps Woman to Detect Blood Cancer: પેરિસમાં એક મહિલા સાથે ખૂબ જ વિચિત્ર અને અદ્ભુત બંને કહી શકાય એવી ઘટના બની છે. ડોક્ટર્સ દ્વારા નિદાન કરવામાં આવે તેના એક વર્ષ પહેલાં જ પેરિસની એક મહિલાને બ્લડ કેન્સર છે એવું ચેટજીપીટીએ શોધી કાઢ્યું હતું. આ મહિલા 27 વર્ષના ઉંમરની છે અને તેનું નામ માર્લી ગાર્ન્રેટર છે.

ચેટજીપીટીએ કેવી રીતે નિદાન કર્યું કેન્સર

- Advertisement -

માર્લીને રાતે ખૂબ પરસેવો થતો હતો અને ત્વચા પર ખૂબ ખંજવાળ આવતી હતી. પહેલા તેને લાગ્યું હતું કે આ લક્ષણો એનઝાયટીના પરિણામે છે. તેમ જ તેના પિતાનું 2024ની જાન્યુઆરીમાં કેન્સરનાં કારણે મૃત્યુ થયું હતું, અને તે આ આઘાતમાંથી હજી બહાર આવી નથી. તેના મેડિકલ ટેસ્ટ સામાન્ય આવ્યા હતા. તેમ છતાં, જ્યારે આ લક્ષણો અટકવાનું નામ નહીં લેતા હતા, ત્યારે તેણે ચેટજીપીટીની મદદ માગી હતી, અને ચેટજીપીટીએ તેને બ્લડ કેન્સર હોવાનું નિદાન કર્યું.

Share This Article