Gold Price Today: છેલ્લા ઘણા દિવસોથી ક્યારેક સોનાના ભાવમાં ભારે વધારો થયો છે, તો ક્યારેક સોનાના ભાવમાં ઘટાડો થયો છે. આ દિવસોમાં, અમેરિકા અને ચીન વચ્ચે ચાલી રહેલા ટેરિફ વોરમાં સોનાના ભાવમાં તેજી આવી હતી. જેના કારણે ગયા અઠવાડિયે દેશના વાયદા બજારમાં સોનાએ રેકોર્ડ તોડીને તેના ભાવમાં વધારો કર્યો હતો, પણ હવે છેલ્લા ઘણા દિવસોથી સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે પણ સોનું સસ્તું થયું છે.
તમને જણાવી દઈએ કે આજે સોનાના ભાવમાં 2500 રુપિયાથી વધારેનો મોટો ઘટાડો નોંધાયો છે, આજે 2 મે 2025ના રોજ સોનાનો 24 કેરેટનો ભાવ 95,870 રુપિયા પ્રતિ 10 ગ્રામ છે જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ 87,890ના ભાવે પહોચ્યોં છે.
આ સાથે ગુજરાતના અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરોમાં આજે 22 કેરેટ સોનાનો ભાવ 87,790 રુપિયા છે જ્યારે 24 કેરેટ સોનું આજે 95,770 રુપિયે ટ્રેડ થઈ રહ્યું છે.
સોનાની સાથે ચાંદી પણ આજે સસ્તી થઈ છે આજે 1 કિલો ચાંદી 97,900ના આસપાસ ટ્રેડ થઈ રહી છે તમને જણાવી દઈએ કે ગયા સપ્તાહે ચાંદીની કિંમતમાં પણ મોટો ઉછાળો આવ્યો હતો અને તે 1 લાખની પાર ભાવ પહોચી ગયો હતો જે બાદ હવે ઘટાડો થયો છે.
સોનાનો ભાવ 1 લાખ રૂપિયાને વટાવી ગયો હતો અને પછી ઘટાડો થયો હતો. જોકે, આજે ફરી સોનાના ભાવ (સોના કા ભવ) માં વધઘટ જોવા મળી હતી. નિષ્ણાતો કહે છે કે બજારમાં અનિશ્ચિતતા રહેશે.
લગ્નની સીઝન પહેલા, સોનાના ભાવમાં ઝડપથી વધઘટ જોવા મળી રહી છે. નિષ્ણાતો કહે છે કે વેપાર યુદ્ધના પરિબળોને કારણે સોનાના ભાવમાં વધઘટ થઈ રહી છે. જોકે, સ્થાનિક બુલિયન બજારમાં ભાવ સતત ઘટી રહ્યા છે. જે ખરીદદારો માટે રાહતની વાત છે. જ્યારે, વાયદા બજારમાં ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. તે જ સમયે, વિદેશી બજારોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે.
આંતરરાષ્ટ્રીય માનકીકરણ સંગઠન દ્વારા સોનાની શુદ્ધતા ઓળખવા માટે હોલ માર્ક્સ આપવામાં આવે છે. 24 કેરેટ સોનાના દાગીના પર 999, 23 કેરેટ પર 958, 22 કેરેટ પર 916, 21 કેરેટ પર 875 અને 18 કેરેટ પર 750 લખેલા હોય છે. મોટાભાગનું સોનું 22 કેરેટમાં વેચાય છે જ્યારે કેટલાક લોકો 18 કેરેટનો પણ ઉપયોગ કરે છે. કેરેટ 24 થી વધુ નથી અને કેરેટ જેટલું વધારે હશે, તેટલું શુદ્ધ સોનું હશે.