India Bans All PAK Imports: ભારત સરકારે પહલગામ હુમલા બાદ પાકિસ્તાન સામે વધુ એક મોટું પગલું ભર્યું છે. વાણિજ્ય મંત્રાલયે આ અંગે જાહેરનામું બહાર પાડી કહ્યું કે, ભારતે પાકિસ્તાનની તમામ વસ્તુઓ પર પ્રત્યક્ષ અને પરોક્ષ આયાત પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ લગાવી દીધો છે.
પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ
સરકારના જાહેરનામાંમાં કહેવામાં આવ્યું હતું કે, ‘આ સંબંધિત વિદેશ વ્યાપાર નીતિ (FTP) 2023 માં એક જોગવાઈ કરવામાં આવી છે. જેથી નવા આદેશ સુધી તાત્કાલિક પ્રભાવથી પાકિસ્તાનમાં ઉત્પન્ન થતાં અથવા ત્યાંથી નિકાસ કરવામાં આવતા સામાન પર પ્રત્યક્ષ અથવા પરોક્ષ આયાત અથવા પરિવહન પર પ્રતિબંધ લગાવી શકાય.’
કોઈપણ અપવાદ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડશે
DGFT (Directorate General of Foreign Trade)એ જાહેરનામાંમાં કહ્યું કે, ‘આ પ્રતિબંધિત રાષ્ટ્રીય સુરક્ષા અને સાર્વજનિક નીતિના હિતમાં લગાવવામાં આવ્યો છે. આ પ્રતિબંધમાં કોઈપણ પ્રકારના અપવાદ માટે ભારત સરકારની મંજૂરી લેવી પડશે.’ વિદેશ વ્યાપાર નીતિમાં ‘પાકિસ્તાનથી આયાત પર પ્રતિબંધ’ શીર્ષક સાથે આ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું.