Gold Price Today: સોનાના ભાવમાં ઘટાડો, ભારત-પાકિસ્તાન તણાવ અને ફેડ રિઝર્વ પોલિસીની અસર

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Gold Price Today: ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલી તંગદિલી અને અમેરિકાના ફેડ રિઝર્વની મોનેટરી પોલિસી પહેલાં એમસીએક્સ સોનામાં મોટો ઘટાડો નોંધાયો હતો. એમસીએક્સ પર સોનાનો ભાવ રૂ. 96900 પ્રતિ 10 ગ્રામ પર ખૂલ્યા બાદ રૂ. 800થી વધુનો કડાકો નોંધાયો હતો. એમસીએક્સ સોનું રૂ. 841 ઘટી 96650 પર ટ્રેડ થઈ રહ્યો હતો.

બપોરના સેશનમાં એમસીએક્સ સોનું રૂ. 402 તૂટી 97020 પર ટ્રેડ થઈ રહ્યુ હતું. ચાંદી પણ રૂ. 283 તૂટી રૂ. 96418 પર કારોબાર થઈ રહી હતી. ગઈકાલે સોનાના ભાવમાં 3 ટકાનો ઉછાળો નોંધાયો હતો. જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ સમયે હેજિંગ માટે સોના-ચાંદીના ભાવ વધે છે.  ભારતે ગઈકાલે મોડી રાત્રે પાકિસ્તાનમાં નવ આતંકી સ્થળો પર કરેલી એર સ્ટ્રાઈક બાદ યુદ્ધની ભીતિ વધી છે.

- Advertisement -
Share This Article