Saffron Tea Benefits: કેસરની ચા, આરોગ્ય માટે છે અનોખી દવા, જાણો ફાયદા!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Saffron Tea Benefits: ઘણાં લોકો પોતાના દિવસની શરૂઆત ગ્રીન ટી અને કેમોમાઈલ ટી જેવી હર્બલ ચા થી  કરે છે. પણ શું તમે ક્યારેય કેસરની ચા ટ્રાય કરી છે? કેસર પોતાના ચમકતા રંગ, સ્વાદ અને ગુણ માટે ઓળખાય છે જે કોઈપણ વાનગીના રંગ-રૂપને સુંદર બનાવે છે. કેસરનો ઉપયોગ મોટા ભાગે ખીર, કસ્ટર્ડ, બિરયાની અને બીજી ઘણી સ્વાદિષ્ટ મીઠાઈઓમાં થાય છે, પરંતુ શું તમે જાણો છો કે કેસર એન્ટી ઑકિસડન્ટ અને એન્ટી ઈમ્ફ્લેમેટરીથી ભરપૂર હોય છે અને તે તમારા સ્વાસ્થ્યને ઘણી રીતે ફાયદો પહોંચાડી શકે છે. અહીં અમે તમને કેસરની ચા ના ફાયદાઓ વિશે જણાવીશું.

ઊંઘ સારી આવે છે

- Advertisement -

કેસરની ચા તમારી સ્લીપ ક્વોલિટીને સારી બનાવી શકે છે. કેસરમાં રહેલા સેફ્રાનલ અને ક્રોસિન જેવા સંયોજનો શરીર અને મનને શાંત કરે છે, જેનાથી તમારા તણાવનું સ્તર ઓછું થાય છે અને ઊંઘમાં સુધારો થાય છે.

પાચનતંત્ર માટે સારી

કેસરની ચા તમારા પાચનતંત્ર માટે સારી હોય છે. તે પાચન ઝડપી બનાવવામાં, પેટનું ફૂલવું અને ગેસ ઘટાડવામાં મદદ કરે છે. તેનો એન્ટી-ઈમ્ફ્લેમેટરી ગુણ પેટને સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે. તેથી તમે તમારા દિવસની શરૂઆત કેસર ચા થી કરી શકો છો.

ડિપ્રેશન અને ચિંતાના લક્ષણોને ઘટાડે 

અનેક સંશોધનોમાં જાણવા મળ્યું છે કે, કેસર ચા માનસિક સ્વાસ્થ્યને પણ પ્રોત્સાહન આપી શકે છે કારણ કે તેમાં મૂડ સુધારવાના ગુણધર્મો છે જે ડિપ્રેશન અને ચિંતાના લક્ષણો ઘટાડવામાં સક્ષમ છે. રિસર્ચ દ્વારા જાણવા મળ્યું છે કે, કેસરની ચા ડિપ્રેશનના લક્ષણોમાં પણ સુધારો કરી શકે છે, તેથી જો તમે હતાશ અનુભવો છો, તો તમારા મૂડને સુધારવા માટે આ ચા પીવો.

જર્નલ ઓફ એથનોફાર્માકોલોજીમાં પ્રકાશિત થયેલા એક સંશોધન અહેવાલ પ્રમાણે, કેસર એન્ટી ડિપ્રેસન્ટ દવા તરીકે પણ અસરકારક છે અને હળવાથી મધ્યમ ડિપ્રેશનના લક્ષણો પર અસર કરી શકે છે. તે તમારા માનસિક સ્વાસ્થ્યને સુધારી શકે છે અને તણાવ અને ચિંતા જેવા લક્ષણો ઘટાડી શકે છે.

Share This Article