Avoid Eating These Fruits at Night: આજથી રાત્રે આ ફળો ખાવા ટાળો, સ્વાસ્થ્ય માટે નુકસાનકારક

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Avoid Eating These Fruits at Night: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ઘણા પ્રકારના પોષક તત્વો જોવા મળે છે, જે શરીર માટે ફાયદાકારક છે. તેમાં બધા જ જરૂરી વિટામિન, મિનરલ્સ, ફાઇબર, એન્ટીઑકિસડન્ટ અને નેચરલ શુગર મળી આવે છે. ફળોમાં, વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ અને આયર્ન મોટી માત્રામાં હોય છે, જે શરીરની સાથે સાથે સ્કીનને પણ સ્વસ્થ રાખે છે. એટલા માટે જ વડીલો ફળો ખાવાની સલાહ આપે છે. પરંતુ ફળો ખાવાનો પણ એક નિશ્ચિત સમય હોય છે, જો તે યોગ્ય સમય દરમિયાન ન ખાવામાં આવે તો તે ફાયદાને બદલે નુકસાન પહોંચાડે છે.

1. કેળા

- Advertisement -

રાતના સમયે કેળા ખાવા યોગ્ય નથી. રાત્રે કેળા ખાવાથી કફ તેમજ ગળું ખરાબ થઇ શકે છે. આ ઉપરાંત રાતના સમયે કેળું પચવામાં ભારે હોય છે. આથી રાત્રે કેળું ખાવાથી બચવું જોઈએ.

2. સંતરા

સંતરા પાચનતંત્રને અસર કરે છે. તેમજ રાતના સમયે પાચન ક્ષમતા ધીમી પડી જાય છે, જેના કારણે ગેસ, એસિડિટી અથવા અપચો જેવી સમસ્યાઓ થઈ શકે છે. સંતરામાં નેચરલ શુગર  હોય છે, જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા પણ થઇ શકે છે.

3. કેરી 

તમે મર્યાદિત માત્રામાં કેરી ખાઈ શકો છો. જો કે તેને વધુ પડતું ખાવાથી વજન વધવાનું જોખમ વધી જાય છે. તેમજ કેરીમાં પણ નેચરલ શુગર અને કેલરીનું પ્રમાણ વધુ હોય છે, જે સ્થૂળતા વધારી શકે છે. આથી રાત્રે ખાવી હિતાવહ નથી.

4. પપૈયા

દિવસ દરમિયાન પપૈયા ખાવાથી પાચનક્રિયા સુધરે છે, પરંતુ જો તમે તેને રાત્રે ખાશો તો તેનાથી ગેસની સમસ્યા થઈ શકે છે.

5. સફરજન

આમ તો કહેવામાં આવે છે કે રોજ એક સફરજન ખાવાથી બીમારી નથી થતી, પરંતુ રાત્રે સફરજન ન ખાવું જોઈએ. તેમાં ફાઇબરનું પ્રમાણ વધુ હોય છે, જેના કારણે રાત્રે પેટ ભારે થઈ શકે છે.

6. તરબૂચ

તરબૂચમાં પાણીનું પ્રમાણ 90%થી વધુ હોય છે. આવી સ્થિતિમાં, તેને ખાધા પછી, રાત્રે વારંવાર પેશાબની સમસ્યા થઈ શકે છે, જેનાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે. આથી રાત્રે તરબૂચ ખાવાનું ટાળવું જોઈએ.

7. ચીકુ ખાવાનું ટાળો

સ્વાદ અને ઘણા પોષક તત્વોથી ભરપૂર ચીકુ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. શરીરનો થાક દૂર કરવા ઉપરાંત, તે આંખો માટે પણ ખૂબ ફાયદાકારક છે. જો કે, રાત્રે ચીકુનું સેવન ટાળવું જોઈએ. તેમાં શુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે, જેના કારણે બ્લડ સુગર લેવલ ઝડપથી વધી શકે છે. આ ઉપરાંત, રાત્રે ચીકુ ખાવાથી તમારા ઊંઘમાં પણ ખલેલ પહોંચી શકે છે.

રાત્રે ફળો ખાવાથી થઈ શકે છે આ સમસ્યા

મોટાભાગના ફળોમાં શુગરનું પ્રમાણ ખૂબ વધારે હોય છે. તેમજ રાત્રે પાચન શક્તિ ધીમી હોય છે, એવામાં રાત્રે ફળ ખાવાથી શરીર ઝડપથી બ્લડ શુગર લેવલમાં વધારો થાય છે. આ ઉપરાંત સૂતા પહેલા ફળો ખાવાથી એનર્જીમાં વધારો થઈ શકે છે, જેના કારણે ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે. તેમજ ફળોમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે. જેથી રાત્રે ફળ ખાવાથી વારંવાર પેશાબની સમસ્યા થઈ શકે છે, જેનાથી ઊંઘમાં ખલેલ પહોંચી શકે છે.

ફળો ખાવાનો યોગ્ય સમય કયો? 

ફળો ખાવાનો યોગ્ય સમય નાસ્તા પછીનો છે. નાસ્તો કર્યા પછી, 11 થી 1 ની વચ્ચે કોઈપણ સમય કોઈપણ ફળ ખાઈ શકાય છે. આનાથી તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો થશે. આયુર્વેદ અનુસાર, સવારે ખાલી પેટે પપૈયા, સફરજન અને કેળા જેવા ફળો ખાવાથી પેટ સાફ થાય છે.

Share This Article