Ahmedabad Crime: શૈક્ષણિક સંસ્થામાં હત્યા: ધો.8ના વિદ્યાર્થીએ ચપ્પાથી ધો.10ના વિદ્યાર્થીની જીવલેણ હત્યા કરી

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Ahmedabad Crime: અમદાવાદમાં મંગળવારે (19 ઓગસ્ટ) ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અભ્યાસ કરતા 10માં ધોરણના વિદ્યાર્થી પર ચપ્પાથી હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં એક 15 વર્ષીય વિદ્યાર્થી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો, જેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

ધોરણ 8ના વિદ્યાર્થીએ કર્યો હુમલો

- Advertisement -

મળતી માહિતી મુજબ, અમદાવાદમાં ધોરણ-8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ અન્ય 7-8 વિદ્યાર્થીઓ સાથે મળીને 10માં ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર હુમલો કરતા તેને ચપ્પુ મારી દીધું હતું. હકીકતમાં, હુમલો કરનાર વિદ્યાર્થી અને પીડિત વિદ્યાર્થીનો થોડા દિવસ પહેલાં ધક્કામુક્કીના મામલે ઝઘડો થયો હતો. આ ઝઘડાની અદાવત રાખી આરોપી વિદ્યાર્થીએ શાળાથી છૂટ્યા બાદ 7-8 અન્ય વિદ્યાર્થીને ભેગા કરી બદલો લેવા માટે ધોરણ-10માં અભ્યાસ કરતા વિદ્યાર્થી પર ચપ્પાનો વાર કર્યો હતો. ત્યારબાદ વિદ્યાર્થી લોહી લોહાણ થઈ ગયો અને બાદમાં તેને તાત્કાલિક ધોરણે સારવાર અર્થે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જોકે, સારવાર દરમિયાન હવે વિદ્યાર્થીનું મોત નિપજ્યું છે.

પોલીસે હાથ ધરી તપાસ

- Advertisement -

સમગ્ર ઘટનાની જાણ થતા ખોખરા પોલીસ તુરંત ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે આ મામલે હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે CCTV ફૂટેજ ચેક કરી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

DEO દ્વારા તપાસ

- Advertisement -

અમદાવાદ શહેર DEO રોહિત ચૌધરીએ જણાવ્યું હતું કે, સ્કૂલ દ્વારા અમને બનાવ અંગે જાણ કરવામાં આવી નથી. જેથી અમે સ્કૂલને નોટિસ ફટકારી રૂબરૂ હાજર રહી રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.

Share This Article