Pradeep Ranganathan: દક્ષિણ ભારતમાંથી એક એવો સ્ટાર આવ્યો છે, જેણે અત્યાર સુધી પોતાના કરિયરમાં ક્યારેય નિષ્ફળતાનો સ્વાદ ચાખ્યો નથી. ના તો તેના પાસે સિક્સ પૅક ઍબ્સ છે, અને ના તો દેખાવડો શરીર છે. પરંતુ તેની અભિનયની કળા અદભૂત છે. તે પરદા પર પાત્રને એ રીતે જીવંત રાખે છે કે દર્શકોને તેનો અભિનય સીધું દિલમાં ઉતરી જાય છે. તેની આવનારી ફિલ્મ દિવાળીમાં રિલીઝ થવાની છે અને રસપ્રદ વાત એ છે કે ફિલ્મે પોતાના ખર્ચા તો રિલીઝ પહેલાં જ વસૂલ કરી લીધા છે. માત્ર એટલું જ નહીં, દક્ષિણના એક સુપરસ્ટારે તો તેને અપકમિંગ રજનીકાંત પણ કહી દીધો છે. ચાલો જાણીએ કે કોણ છે તે હીરો?
‘હીરો મટિરિયલ નથી’
અમે અહીં વાત કરી રહ્યા છીએ તમિલના એક્ટર પ્રદીપ રંગનાથનની, જે હાલ પોતાની આવનારી ફિલ્મ ‘ડ્યુડ’ને લઈને ચર્ચામાં છે. હાલમાં ‘ડ્યુડ’ની એક પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં પ્રદીપે ખુલીને પોતાના મનની વાત કરી. જ્યારે એક પત્રકારએ પૂછ્યું કે લોકો કહે છે તમે ‘હીરો મટિરિયલ’ નથી, ત્યારે તમને કેવું લાગે છે?. તેના જવાબમાં પ્રદીપે કહ્યું ,’જ્યારે લોકો કહે છે કે હું હીરો મટિરિયલ નથી, ત્યારે મને જરા પણ ખરાબ લાગતું નથી. આ વાત હું મારી આખી જિંદગીમાં વારંવાર સાંભળતો આવ્યો છું… હું ફક્ત મારા કામથી જ જવાબ આપું છું.’
‘બીજો રજનીકાંત’: નાગાર્જુનનું મોટું નિવેદન
‘ડ્યુડ’ના એક્ટર પ્રદીપ રંગનાથન વિશે તેલુગુના સુપરસ્ટાર નાગાર્જુને એક અદ્ભુત વાત કહી છે તેણે પ્રદીપને સાઉથ ઇન્ડસ્ટ્રીનો બીજો રજનીકાંત પણ ગણાવ્યો છે. હાલમાં પ્રદીપ રંગનાથન અને અભિનેત્રી મમિતા બૈજુ ‘બિગ બોસ તેલુગુ 9’માં પોતાની ફિલ્મ ‘ડ્યુડ’નું પ્રમોશન કરવા પહોંચ્યા હતા. આ શો નાગાર્જુન હોસ્ટ કરે છે. જ્યાં નાગાર્જુને કહ્યું ‘ઘણા દાયકાઓ પહેલા એક દુબલો-પાતળો માણસ સિનેમા જગતમાં આવ્યો અને યુવાનોના દિલ જીતી લીધુ હતું. તે હતો રજનીકાંત. પછી થોડાં વર્ષો બાદ ધનુષ આવ્યો. અને હવે દસ વર્ષ બાદ પ્રદીપ રંગનાથનનો સમય આવ્યો છે.’
હજુ સુધી એક પણ ફ્લોપ નહીં
‘ડ્યુડ’ પ્રદીપ રંગનાથનની ચોથી ફિલ્મ છે, જેમાં તે લીડ રોલમાં છે. આ ફિલ્મ તમિલ, તેલુગુ, મલયાલમ અને હિન્દી ચારેય ભાષાઓમાં રિલીઝ થશે.તે પહેલાં પ્રદીપે કોમાલી, લવ ટુડે’ અને ‘ડ્રેગન’ જેવી ફિલ્મોમાં જોવા મળ્યો હતો.‘ડ્યુડ’ બાદ તેની આવનારી ફિલ્મનું નામ છે ‘લવ ઈન્શ્યોરન્સ કંપની’ છે.પ્રદીપ રંગનાથન ખરેખર એ પ્રકારનો કલાકાર છે, જે સાબિત કરે છે કે હીરો દેખાવથી નહીં, પણ કલા અને આત્મવિશ્વાસથી બને છે.