The Raja Saab: પ્રભાસની ધ રાજા સાહેબ: ભારતમાં સૌથી મોટો હોરર-ફેન્ટસી સેટ, ટ્રેલરે 24 કલાકમાં 40 મિલિયન વ્યૂઝ અને જાન્યુઆરી 2026માં રિલીઝ

Arati Parmar
By Arati Parmar 2 Min Read

The Raja Saab: ‘કલ્કિ 2898 એડી’ પછી રેબલ સ્ટાર પ્રભાસ ફરીથી દર્શકો માટે એક મોટી સરપ્રાઇઝ લઇ આવ્યો છે. ‘ધ રાજા સાહેબ’ને ભારતમાં સૌથી મોટી હોરર-ફેન્ટસી ફિલ્મ માનવામાં આવી રહી છે. ફિલ્મનો પહેલો લુક સામે આવ્યા પછીથી જ ચર્ચામાં છે, અને તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરે ચાહકોનું દિલ જીતી લીધું છે. પણ માત્ર હોરર-ફેન્ટસીનું જ જાદૂ નહીં, યાદગાર પાત્રો, અભિનેતાઓની શાનદાર પરફોર્મન્સ અને મજેદાર કોમેડી આ ફિલ્મને વધુ આકર્ષણ વધારી રહ્યું છે.  લગભગ 400 કરોડ રૂપિયાના બજેટ ધરાવતી પ્રભાસની ‘ધ રાજા સાહેબ’ વિશે તે પાંચ ખાસ વાતો જે તેને ખાસ બનાવે છે.

1.ભારતની સૌથી મોટી હોરર-ફેન્ટસી ફિલ્મ

- Advertisement -

‘ધ રાજા સાહેબ’માં ભારતનો અત્યાર સુધીનો સૌથી મોટો હોરર સેટ બનાવવામાં આવ્યો છે. ભૂતિયા હવેલીઓથી લઈને શાનદાર પૃષ્ઠભૂમિ સુધી, તેની દૃશ્યમાન વૈભવ અને ઝીણવટભરી ડિઝાઇન તેને ભારતીય સિનેમામાં અનોખું બનાવે છે. આ સેટ 41,256 ચોરસ ફૂટમાં ફેલાયેલો છે, જે ભારતમાં સૌથી મોટો ઇન્ડોર ફિલ્મ સેટ છે. હૈદરાબાદ નજીક 1,200 થી વધુ લોકો ચાર મહિના સુધી આ સેટને ખૂબ જ બારીકીથી કામ કરી તૈયાર કર્યો હતો.

2. પ્રભાસનો અલૌકિક કોમિક-એક્શન અવતાર

પ્રભાસ અત્યાર સુધી એક્શન હીરો તરીકે જોવા મળતો હતો, પરંતુ ‘ધ રાજા સાહેબ’માં તે એકદમ નવા અંદાજમાં નજરે પડશે. લગભગ 18 વર્ષ પછી, તે એક મજેદાર, આકર્ષક પાત્રમાં વાપસી કરી રહ્યો છે.

3. ટ્રેલરે 24 કલાકમાં 40 મિલિયન વ્યૂઝ પાર કર્યા

‘ધ રાજા સાહેબ’ના ટ્રેલરે રિલીઝ થતાં જ 24 કલાકમાં 40 મિલિયનથી વધુ વ્યૂઝ મેળવી લીધા અને ઈન્ટરનેટ પર સૌથી વધુ ચર્ચિત ટ્રેલર બન્યું.

TAGGED:
Share This Article