Beef ban in films: સેન્સર બોર્ડ તમામ ફિલ્મોમાંથી બીફને લગતા ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મૂકે તેવી સંભાવના છે.
હાલમાંજ મલયાલમની એક ફિલ્મ હાલમાંથી બીફ બીરિયાની શબ્દને દૂર કરવામાં આવ્યો હતો. એ પછી ફિલ્મના નિર્માતા અદાલતમાં પહોંચ્યા હતા. જોકે, હવે સેન્સર બોર્ડે બીફના ઉલ્લેખ પર કાયમી પ્રતિબંધ મૂકવાનું નક્કી કર્યું હોવાનું કહેવાય છે.
દેશના કેટલાક વિસ્તારોમાં બીફ આરોગવામાં આવે છે. મલયાલમ ફિલ્મોમાં બીફનો ઉલ્લેખ બહુ કોમન છે. જોકે, દેશના મોટાભાગના વિસ્તારોમાં બીફ વર્જિત મનાય છે. બીફને લગતા કોઈપણ ઉલ્લેખથી ધાર્મિક લાગણી દુભાઈ શકે છે. આથી સેન્સરે આ નિર્ણય કર્યો હોવાનું કહેવાય છે.
જોકે, સેન્સર બોર્ડના આ નિર્ણયથી વિવાદ ઊભો થવાની સંભાવના છે. અનેક નિષ્ણાતો સેન્સર બોર્ડના આ નિર્ણય પાછળ રાજકારણ હોવાનો દાવો કરી રહ્યા છે.
કેન્દ્રમાં ભાજપના નેતૃત્વની સરકાર હોવાથી બીફ શબ્દ સામે વિરોધ થઈ રહ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
દેશના કેટલાક ભાગોમાંથી સેન્સર બોર્ડના આ નિર્ણયને કોર્ટમાં પડકારવામાં આવે તેવી પણ શક્યતાઓ છે.