Winter skin care fruits: શિયાળો શરૂ થઈ ગયો છે. આ ઋતુ ત્વચા સંબંધિત ઘણી સમસ્યાઓ લઈને આવે છે. સૌથી સામાન્ય ડ્રાયનેસ, ખંજવાળ અને સ્કિન ફાટવી છે, કારણ કે ઠંડી, શુષ્ક હવા અને ઘરની અંદર ગરમી ત્વચાનું ભેજ છીનવી લે છે. આ સમસ્યાઓથી બચવા માટે, તમારી ત્વચાને હાઇડ્રેટેડ રાખવી મહત્ત્વપૂર્ણ છે. તમારી ત્વચાને કુદરતી ચમક આપવા માટે તમારે કેટલાક ફળોને તમારા ડાયટમાં શામેલ કરવા જોઈએ. વિટામિન, એન્ટી-ઓકિસડન્ટ અને હાઈડ્રેશનથી ભરપૂર, આ ફળો શિયાળામાં ત્વચાની ચમક જાળવવામાં મદદરૂપ થઈ શકે છે.
સંતરા
વિટામિન Cથી ભરપૂર, સંતરા કોલેજન ઉત્પન્ન કરવામાં મદદ કરે છે, જે ત્વચાની સ્થિતિસ્થાપકતા જાળવવા માટે જરૂરી છે. દરરોજ સંતરા ખાવાથી અથવા સવારે તાજા સંતરાનો રસ પીવાથી તમારી ત્વચા પે ચમક આવી શકે છે અને કાળા ડાઘ અથવા પિગમેન્ટેશન ઘટાડવામાં મદદ મળે છે. વધુમાં, સંતરામાંથી કુદરતી હાઈડ્રેશન ત્વચાને કોમળ અને ચમકદાર રાખે છે.
દાડમ
એન્ટી-ઓકિસડન્ટથી ભરપૂર દાડમ ખાવાથી તમારી ત્વચાને કુદરતી ચમક મળે છે. દાડમના હાઈડ્રેટિંગ અને એન્ટી-ઈફ્લેમેટરી ગુણધર્મો ત્વચાને ચમકદાર બનાવે છે, ભેજ પ્રદાન કરે છે અને લાલાશ ઘટાડે છે. દાડમ ત્વચાની ડ્રાયનેસને અંદરથી દૂર કરવામાં મદદ કરે છે.