Peanut Barfi Recipe: તહેવારમાં આરોગ્યપ્રદ અને ઝડપી પીનટ બરફી બનાવવાની સરળ રીત

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Peanut Barfi Recipe: બરફી ભારતની પ્રખ્યાત મીઠાઇ છે. સામાન્ય રીતે બરફી દૂધના માવ માંથી બનાવવામાં આવે છે. જો કે આજકાલ માવમાં ભેળસેળ થાય છે. ભેળસેળ વાળો માવો ખાવાથી સ્વાસ્થ્યને નુકસાન આવે છે. જો બરફી ખાવાના શોખીન છે અને આરોગ્યની પણ ચિંતા છે તો તમારે પીનટ બરફી ટ્રાય કરવી જોઇએ. સીંગદાણા, ગોળ અને ઘી માંથી બનતી બરફી સ્વાદિષ્ટ અને આરોગ્યપ્રદ હોય છે. આ બરફી ઓછા સમયમાં ઝડપથી બની જાય છે. ઉપરાંત તેમા ખાંડના બદલે ગોળ વપરાય છે જે શરીર માટે ફાયદાકારક છે.

પીનટ બરફી બનાવવા માટે સામગ્રી

  • શેકેલા સીંગદાણા
  • ગોળ
  • એલચી પાઉડર
  • ઘી

પીનટ બરફી બનાવવા માટે સૌથી પહેલા ગેસ ચાલુ એક કડાઇમાં કાચા સીંગદાણા શેકી લો. સીંગદાણાની છાલ સહેજ બ્રાઉન થાય ત્યાં સુધી શેકવા.

હવે હાથ વડે શેકેલા સીંગદાણાના ફોંતરા કાઢી લો. ત્યાર પછી મિક્સર જારમાં સીંગદાણા નાંખી બારીક પાઉડર બનાવી લો. જો સીંગદાણા બરાબર પીસાયા ન હોય તો ચારણી વડે ચાળી પણ શકાય છે.

હવે સીંગદાણાના પાઉડર સાથે ગોળ પણ પીસી લો. ગોળના નાના ટુકડા કે છરી વડે ઝીણું સમારીને નાંખવાથી સીંગદાણાનો પાઉડર અને ગોળ સારી રીતે મિક્સ થઇ જશે.

સીંગદાણા અને ગોળનું માવા જેવું મિશ્રણ બાઉલમાં કાઢી લો. પછી તેમા દેશી ઘી અને એલચી પાઉડર ઉમેરી બધી સામગ્રી બરાબર મિક્સ કરી લો.

છેલ્લે તેલ કે ઘી વડે પ્લેટ ગ્રીસ કરી લો. તેમા સીંગદાણા અને ગોળનું મિશ્રણ સારી રીતે પાથરી લો. તેની ઉપર કાજુના ટુકડા મૂકી ગાર્નિશ કરો. આ બરફીને 30 મિનિટ સુધી સેટ થવા દો. બરફી સેટ થવા માટે ફ્રીજમાં મૂકી શકાય છે.

હવે બરફીને કટર વડે કટ કરીને પીનટ બરફીની મજા માણો. તહેવારમાં બરફી ખાવાની ઇચ્છા હોય ત્યારે પીનટ બરફી ટ્રાય કરી શકાય છે.

Share This Article