અનીતા અયૂબનો જન્મ પાકિસ્તાનના કરાચીમાં થયો હતો. આ અભિનેત્રીની સુંદરતા જાણે 24 કેરેટનું સોનું હતું. મુંબઈમાં રોશન તનેજાના એક્ટિંગ સ્કૂલમાં અભ્યાસ બાદ તેનું મોડલિંગ કરિયર શરૂ થયું અને દેવઆનંદની ફિલ્મ પ્યાર કા તરાના તેની પહેલી ફિલ્મ હતી. બાદમાં તેણે ફિલ્મ ગેંગસ્ટરમાં પણ કામ કર્યું હતું જે ફિલ્મ ઘણી સફળ રહી હતી.
આ અભિનેત્રીનું કરિયર જેમ જેમ ઉપર ગયું તેમ તેમ તેનું નામ દાઉદ સાથે જોડાવા લાગ્યું હતું. આ દરમિયાન પાકિસ્તાની એક ફેશન મેગેઝીનમાં એવો દાવો કરવામાં આવ્યો કે બોલિવૂડમાં લોકોને એવો સંદેહ છે કે અનિતા એક પાકિસ્તાની જાસૂસ છે. આ ખબરને લઈને અનિતાની કિસ્મત બદલાઈ ગઈ અને લોકોએ તેને બોયકોટ કરી કાઢી હતી.
આખરે અનિતાને ભારત છોડીને પરત પાકિસ્તાન જવું પડ્યું હતું. બાદમાં તેણે ભારતીય ગુજરાતી વેપારી સૌમિલ પટેલ સાથે લગ્ન કરી લીધા અને તે ન્યૂયોર્કમાં શિફ્ટ થઈ ગઈ. જેનાથી તેને એક પુત્ર પણ થયો જોકે તેનો આ સંબંધ વધારે ન ટક્યો અને બાદમાં તેણે પાકિસ્તાની બિઝનેસમેન સુબક મજીદ સાથે લગ્ન કર્યા હતા. આજે અનીતા પૂરી રીતે ગુમનામીની જિંદગી જીવી રહી છે. ન તો તેનો કોઈ ઇન્ટરવ્યુ છે ન તો તે સોશિયલ મીડિયા પર છે. કોઈને ખબર નથી આજે આ અભિનેત્રી ક્યાં છે. ભારત આવવા પર તેના પર બૅન લગાવી દેવામાં આવ્યો છે.