Satya Movie 1998: મુંબઈ અંડરવર્લ્ડ પર આધારીત ફિલ્મ સત્યા: મનોજ વાજપેયી અને રામ ગોપાલ વર્માની ક્લાસિક ક્રિમિનલ ડ્રામા

Arati Parmar
By Arati Parmar 4 Min Read

Satya Movie 1998: બોલિવૂડની એક એવી ફિલ્મ કે જે આજે પણ લોકોની ફેવરીટ ફિલ્મ છે. આ ફિલ્મ રિયલ લાઈફ બેસ્ડ એક ફિલ્મ છે. ફિલ્મમાં મનોજ વાજપેયી લીડ રોલમાં હતા. સાથે જ ફિલ્મમાં અન્ય પણ ઘણા પ્રખ્યાત કલાકારોને શામેલ કરવામાં આવ્યા હતા. આ ફિલ્મનું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ બેસ્ટ હતું જેના કારણે ફિલ્મ સુપરહિટ સાબિત થઈ હતી. આજે પણ આ ફિલ્મના લોકો વખાણ કરતા હોય છે. રામ ગોપાલ વર્માના ડાયરેક્શનમાં બનેલી આ ફિલ્મ આજે પણ કોઈ ભૂલી નથી શક્યું.

અમે જે ફિલ્મની વાત કરી રહ્યા છે તે ફિલ્મ સત્યા છે. જે 3 જુલાઈ 1998ના રોજ રિલીઝ થઈ હતી. ફિલ્મની ખાસ વાત તે સમયે એ હતી કે આ ફિલ્મમાં બધા ન્યૂકમર્સ હતા. મુંબઈ અંડરવર્લ્ડ અને ગેંગસ્ટર બેસ્ડ સત્યા ફિલ્મની આ સ્ટોરી અનુરાગ કશ્યપ અને સૌરભ શુક્લાએ સાથે મળીને લખી હતી. ફિલ્મના ઘણા સીન સેટ પર જ લખવામાં આવ્યા હતા. જે સમયે આ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે મુંબઈમાં અંડરવર્લ્ડની બોલબાલા હતી. જેમાં અંડરવર્લ્ડની દુનિયા કેવી હોય છે અને લોકો અંડરવર્લ્ડમાં કેવી રીતે ઘૂસે છે, તેને લઈને ફિલ્મ દર્શાવવામાં આવી હતી.
આ ફિલ્મમાં મનોજ વાજપેયી, જેડી ચક્રવર્તી, સૌરભ શુક્લા, પરેશ રાવલ, ઉર્મિલા માતોંડકર, ગોવિંદ નામદેવ, મકરંદ દેશપાંડે, શેફાલી શાહ જેવા એક્ટરો હતા. 1998માં બનેલી આ ફિલ્મ બોક્સ ઓફિસ પર રૂપિયાની કમાણી મામલે આઠમાં નંબરે હતી. ફિલ્મની સ્ટોરી સૌરભ શુક્લા અને અનુરાગ કશ્યપે સાથી તો લખી પરંતુ એક ઇન્ટરવ્યુમાં સૌરભ શુક્લાએ જણાવ્યું કે તેઓ તે સમયે અનુરાગ કશ્યપને નહોતા ઓળખતા. અનુરાગ દિલ્હીથી આવ્યા હતા અને તેઓ ઉંમરમાં મારાથી નાના હતા. જોકે તે મારા વિશે જાણતા હતા.
ફિલ્મમાં મનોજ વાજપેયીના રોલને લોકોએ ઘણો પસંદ કર્યો હતો. જેમાં તેમને ભીખૂ મ્હાત્રેનો રોલ આપવામાં આવ્યો હતો. એક ઇન્ટરવ્યુમાં મનોજે જણાવ્યું કે મેં આ રોલ માટે પૂરો રેફરન્સ બિહારના બેતિયા શહેરના એક મોટા ક્રિમિનલ પાસેથી લીધો હતો. આ ફિલ્મ કર્યા બાદ મારું આખી કરિયર બદલાઈ ગયું. મનોજ વાજપેયીએ તેના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે જ્યારે મને પહેલા ફિલ્મ મળી ત્યારે ના પાડી હતી. મને લાગ્યું મુંબઈ અજીબ શહેર છે આ ફિલ્મ ક્યારેય પણ બંધ થઈ શકે છે. સત્યાની શૂટિંગ શરૂ થઈ તે જ સમયે ટી-સિરીઝના માલિક ગુલશન કુમારની હત્યા થઈ હતી. ફિલ્મ રોકાઈ ગઈ કારણ કે તેનો પ્લોટ માફિયા પર બેસ્ડ હતો. પ્રોડ્યુસરો પણ ડરી ગયા હતા જેથી તેમણે ફિલ્મ બંધ કરી દીધી હતી અને આ ઇન્ડસ્ટ્રી માટે એક મોટી ઘટના હતી.
ફિલ્મથી જોડાયેલું એક મજેદાર તથ્ય એ પણ છે કે આ ફિલ્મમાં મનોજ વાજપેયી, રામગોપાલ વર્મા અને અનુરાગ કશ્યપની મિત્રતા કરાવવામાં આવી હતી. ત્રણેય એક સાથે બેસ્યા અને રાતે તેમણે પાર્ટી કરી હતી. અનુરાગ કશ્યપે પછી રામગોપાલ વર્મા વિશે બોલવાનું શરૂ કર્યું તે જોઈને મનોજ ડરી ગયા હતા. તેમને એવું લાગ્યું કે રામ ગોપાલ વર્મા નારાજ થઈ જશે અને કરિયર તેમનું બનતા પહેલા જ ડૂબી જશે. પરંતુ તેઓ તો ખુશ થઈ ગયા અને અનુરાગ કશ્યપ જોડે તેમની સારી એવી મિત્રતા થઈ ગઈ.
મનોજ વાજપેયીએ પોતાના એક ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે સત્યામાં એક નવો એક્ટર લોકોની સામે આવ્યો હતો. એક સપ્તાહ સુધી થિયેટરમાં આ ફિલ્મ જોવા કોઈ ન ગયું. પરંતુ એક સપ્તાહ બાદ અચાનક બ્લેકમાં ટિકિટ વેચાવા લાગી અને થિયેટરોની બહાર લાઠીચાર્જ પણ થયો હતો.
Share This Article