Asrani Passed Away: બોલિવૂડ એક્ટર અને કોમેડિયન ગોવર્ધન અસરાનીનું આજે(20 ઓક્ટોબર) નિધન થયું. આ પીઢ અભિનેતા લાંબા સમયથી બીમાર હતા અને આજે બપોરે 4 વાગ્યે તેમણે અંતિમ શ્વાસ લીધા. અસરાનીના ભત્રીજાએ પુષ્ટિ કરી છે.
અસરાનીએ ‘ગુડ્ડી’, ‘અભિમાન’, ‘શોલે’, ‘ચુપકે ચુપકે’, ‘જો જીતે વહી સિકંદર’, ‘હેરા ફેરી’ અને ‘બોલ બચ્ચન’ જેવી ઘણી પ્રચલિત અને સફળ ફિલ્મોમાં અસરાણીએ અભિનય કરી પોતાની અનોખી છાપ છોડી છે. તેમની કુદરતી કોમિક શૈલી અને યાદગાર પાત્રો તેમને હંમેશાં હાસ્ય ફિલ્મોના સુપરસ્ટાર તરીકે યાદ રાખે છે.
જણાવી દઈએ કે, અસરાની એ એક જાણીતા હિંદી અને ગુજરાતી ચલચિત્ર અભિનેતા હતા. તેમનો જન્મ 1 જાન્યુઆરી 1941ના રોજ થયો હતો. એમની પત્ની પણ એક અભિનેત્રી છે જેનું નામ મંજુ બંસલ છે. એમના પુત્રનું નામ નવીન અસરાની છે જે અમદાવાદમાં ડેન્ટીસ્ટ તરીકે પ્રેક્ટિસ કરે છે. તેઓ મુખ્ય નાયક તરીકે, હાસ્ય કલાકાર તરીકે, સહાયક અભિનેતા અને ચરિત્ર અભિનેતા તરીકે 350 થી વધુ ગુજરાતી તથા હિંદી ફિલ્મોમાં અભિનય કરી ચૂક્યા છે.