MF IPO investment: ભારતીય મ્યુચ્યુઅલ ફન્ડોએ વર્ષના પ્રથમ 10 મહિને IPOમાં 22,750 કરોડનું રોકાણ કરીને પ્રાઈમરી માર્કેટને મજબૂત બનાવ્યું

Arati Parmar
By Arati Parmar 1 Min Read

MF IPO investment: વર્તમાન વર્ષના જાન્યુઆરીથી ઓકટોબરના મધ્ય સુધીમાં આવેલા જાહેર ભરણાં (આઈપીઓ)માં  દેશના મ્યુચ્યુઅલ ફન્ડોએ એકંદરે રૂપિયા ૨૨૭૫૦ કરોડનું રોકાણ કર્યું છે. જે રૂપિયા ૧.૨૨ લાખ કરોડના આવેલા ભરણાંના વીસ ટકા જેટલી રકમ થવા જાય છે. સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં પણ ફન્ડ હાઉસો સક્રિય હોવાનું આના  પરથી જણાય છે.

ફન્ડ હાઉસોએ જાહેર ભરણાંમાં કરેલા કુલ રોકાણમાંથી રૂપિયા ૧૫૧૫૮ કરોડનું રોકાણ એન્કર ઈન્વેસ્ટમેન્ટ મારફત અને રૂપિયા ૭૫૯૦ કરોડ કવાલીફાઈડ ઈન્સ્ટિટયૂશનલ ઈન્વેસ્ટર સેગમેન્ટમાં કરાયું છે.

- Advertisement -

સિસ્ટમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી)  મારફત જોરદાર ઈન્ફલોસ સહિત   ફન્ડોમાં એકંદર પ્રવાહને કારણે ભરપૂર લિક્વિડિટી ઊભી થઈ રહી છે. વર્તમાન વર્ષમાં એસઆઈપી મારફત મહિને સરેરાશ રૂપિયા ૨૦,૦૦૦ કરોડનો પ્રવાહ રહ્યો છે એમ એક રિપોર્ટમાં જણાવાયું હતું.

જંગી લિક્વિડિટીને કારણે ફન્ડોને સેકન્ડરી બજાર ઉપરાંત પ્રાઈમરી માર્કેટમાં નાણાં ઠાલવવાનો મોટો વિકલ્પ મળી રહ્યો છે.

મ્યુચ્યુઅલ ફન્ડોના સહભાગને કારણે દેશની પ્રાઈમરી બજારને નવો ઓપ મળી રહ્યો છે. અગાઉ જાહેર ભરણાંની સફળતા વિદેશી સંસ્થાકીય રોકાણાકારો પર નિર્ભર રહેતી હતી એમ રિપોર્ટમાં ઉલ્લેખાયું હતું.

તાજેતરના સમયમાં દેશના શેરબજારોમાંથી  વિદેશી રોકાણકારોની પીછેહઠના સમયમાં ઘરેલું સંસ્થાકીય રોકાણકારોએ બજારને ટકાવી રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.

વર્તમાન વર્ષમાં હજુ મોટી સંખ્યાના જાહેર ભરણાં આવવાની પ્રક્રિયામાં છે ત્યારે પ્રાઈમરી માર્કેટ મારફત ફન્ડ હાઉસોનું રોકાણ હજુ વધવાની શકયતા વ્યકત કરવામાં આવી રહી છે.

Share This Article