Tobacco Addiction Recovery: દર વર્ષે ૮ મિલિયન લોકોનો ભોગ લેતું તંબાકુ કેવી રીતે છોડવું? જાણો એક્સપર્ટ ડોક્ટરની સલાહ અને શરીરને થતા ફાયદા!

Arati Parmar
2 Min Read

Tobacco Addiction Recovery: તંબાકુ સાંભળવામાં ભલે નાનો શબ્દ લાગે પણ તે શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. એપોલોના Dr. Prof SVS Deo એ તંબાકુ છોડાવવાની સરળ રીત જણાવી છે. ડોક્ટર કહે છે કે ટોબેકો એટલે કે તંબાકુના એડિક્શન (વ્યસન) માંથી કેટલાક લોકો નીકળી શકતા નથી. જે કારણોસર દર વર્ષે આશરે 8 મિલિયન મૃત્યુ થાય છે અને 1 મિલિયન મૃત્યુ સેકન્ડ હેન્ડ સ્મોકિંગને કારણે થાય છે. આજના સમયમાં દુનિયાભરમાં દર વર્ષે લગભગ 35 મિલિયન બાળકો તંબાકુના વ્યસનમાં ફસાઈ જાય છે. ભારતમાં આજે જે કેન્સર થઈ રહ્યા છે તેમાંથી 25% તંબાકુને કારણે થઈ રહ્યા છે.

ડોક્ટરનું કહેવું છે કે જાગૃતિ ખૂબ જ જરૂરી છે અને આજકાલ બજારમાં અલગ-અલગ પ્રકારના તંબાકુ પ્રોડક્ટ્સ આવી રહ્યા છે. સ્મોકલેસ તંબાકુ, સ્મોકિંગ, શીશા, હુક્કા બાર, ઇ-સિગારેટ્સ. તેથી દરેક માતા-પિતાએ આ પ્રોડક્ટ્સને લઈને જાગૃત રહેવું જોઈએ. તમારા બાળકો શું કરી રહ્યા છે, કેવી રીતે લોકો આમાં ફસાઈ જાય છે અને તેના નુકસાન વિશેની જાગૃતિ ખૂબ જ જરૂરી છે.

- Advertisement -

તંબાકુની લત કેટલા દિવસમાં છૂટી જાય છે?

તંબાકુની લત પૂરી રીતે છોડવામાં સમય લાગે છે, પરંતુ શરૂઆતી અને સૌથી મુશ્કેલ લક્ષણો કેટલાક અઠવાડિયા (2-4 અઠવાડિયા) સુધી રહે છે, જેમાં પહેલા 3 દિવસ સૌથી કઠિન હોય છે.

- Advertisement -

તંબાકુની લત કેવી રીતે છોડાવવી?

તંબાકુ-નિકોટિનની લત છોડાવવા માટે તમે નિકોટિન રિપ્લેસમેન્ટ થેરાપીનો સહારો લઈ શકો છો જેમ કે, નિકોટિન ગમ અને પેચ. તમારા પરિવારને જણાવો, તેઓ તમારી મદદ કરશે. હેલ્ધી લાઈફસ્ટાઈલ અપનાવો.

- Advertisement -

તંબાકુ છોડવાના ફાયદા શું છે?

તંબાકુ છોડવાના ઘણા ફાયદા છે, જેમાં બ્લડ પ્રેશર સામાન્ય થવું, લાંબા ગાળે કેન્સર, હૃદય રોગ અને સ્ટ્રોક જેવું જોખમ ઓછું થવું, શ્વાસને લગતી સમસ્યાઓ દૂર થવી અને સ્વાદ તેમજ ગંધની ક્ષમતા બહેતર થવી વગેરે સામેલ છે.

Share This Article