Ahmedabad Dumper Accident: ડમ્પરે કેટલાં ઘરના દીવા બુઝાવ્યા?

Arati Parmar
3 Min Read

Ahmedabad Dumper Accident: ડમ્પરે કેટલાં ઘરના દીવા બુઝાવ્યા?

અમદાવાદના ભરચક રસ્તાઓ પર દોડતા ડમ્પર-ટ્રક હવે માત્ર ટ્રાફિકની સમસ્યા નથી રહ્યા… સામાન્ય માણસના જીવ માટે પણ મોટો ખતરો બની રહ્યા છે.

- Advertisement -

આજે થલતેજમાં માતા સાથે એક્ટિવા પર જતી 12 વર્ષની બાળકીનું ડમ્પરની અડફેટે આવી જવાથી કરુણ મોત થયું.

એક પરિવારની દીકરી ગઈ…
એક ઘરની ખુશી ગઈ…
અને પરિવાર માટે આખી જિંદગીનું દુઃખ પાછળ રહી ગયું.

- Advertisement -

પણ સવાલ માત્ર આજની એક ઘટનાનો નથી.

અમદાવાદમાં ડમ્પર, ટ્રક અને અન્ય ભારે વાહનો સાથે સંકળાયેલા ગંભીર અકસ્માતોના બનાવો વારંવાર સામે આવે છે.

- Advertisement -

📌 2023થી 2025 દરમિયાન અમદાવાદમાં 4,208 માર્ગ અકસ્માતોમાં 1,389 લોકોનાં મોત થયાં.

📌 2025માં જ 432 ફેટલ અકસ્માતોમાં 441 લોકોનાં મોત થયાં.

આ આંકડા માત્ર આંકડા નથી…
આટલા બધા પરિવારોના તૂટેલા સપનાઓ છે.

🚨 તો સવાલ એ છે…

શહેરના ભરચક રસ્તાઓ પર ભારે વાહનોને કેટલી છૂટ હોવી જોઈએ?

નિયમો અને ભારે વાહનોની અવરજવર અંગેના નિયંત્રણો હોવા છતાં જો ડમ્પર-ટ્રક સામાન્ય વાહનોની વચ્ચે બેફામ ફરતા જોવા મળે, તો પછી આ નિયમોનો અમલ ક્યાં છે?

શહેરમાં જ્યાં બાળકો સ્કૂલ જાય છે, લોકો કામે જાય છે, હજારો લોકો એક્ટિવા-બાઈક પર અવરજવર કરે છે…

ત્યાં વિશાળ કદના ડમ્પર અને ટ્રકને સામાન્ય ટ્રાફિકની વચ્ચે દોડવાની છૂટ શા માટે?

નિયમો કાગળ પર નહીં, રસ્તા પર દેખાવા જોઈએ!

➡️ ભારે વાહનો માટે શહેરમાં સ્પષ્ટ No-Entry ઝોન નક્કી કરવામાં આવે.

➡️ જરૂરી હોય તેવા ભારે વાહનો માટે પણ નક્કી કરેલા સમય અને રૂટ નક્કી કરવામાં આવે.

➡️ બાંધકામના ડમ્પર સહિત ભારે વાહનોની કડક ચકાસણી કરવામાં આવે.

➡️ પ્રતિબંધિત સમયમાં પ્રવેશતા વાહનો સામે માત્ર નામ પૂરતો દંડ નહીં, કડક કાર્યવાહી થાય.

➡️ ભારે વાહનોના બ્લાઇન્ડ સ્પોટ, સેફ્ટી સાધનો અને ડ્રાઇવિંગ નિયમોની કડક તપાસ થાય.

➡️ અકસ્માત થાય ત્યારે માત્ર ડ્રાઇવર જ નહીં, પરંતુ વાહનમાલિક અને નિયમોના ભંગની જવાબદારી પણ નક્કી થાય.

અમદાવાદની Revised Parking Policy 2023માં પણ શહેરમાં ભારે વાહનોની અવરજવર નિયંત્રિત કરવાની ભલામણ કરવામાં આવી છે.

તો પછી સવાલ બહુ સીધો છે…

રસ્તા કોના માટે છે — સામાન્ય માણસના જીવ માટે કે ડમ્પર-ટ્રકની બેફામ અવરજવર માટે?

એક ડમ્પર માટે રસ્તા પરની થોડી મિનિટની મુસાફરી…

પણ તેની અડફેટે કોઈનું આખું જીવન ખતમ થઈ શકે છે.

ડમ્પર કેટલાં ઘરના દીવા બુઝાવશે?

હવે તંત્રએ માત્ર અકસ્માત પછી કાર્યવાહી નહીં, અકસ્માત પહેલાં જ જીવ બચાવવાની વ્યવસ્થા કરવી પડશે.

Share This Article