AMC Laptop-Mobile Scam: જનતાના પૈસાનું આંધણ: 192 કોર્પોરેટરોને 1 લાખનું લેપટોપ, 1 લાખનો મોબાઈલ અપાશે!
અમદાવાદ: અમદાવાદના રોડ પર ખાડા-ભુવાથી જનતા ત્રાહિમામ પોકારી રહી છે. પણ AMC ને પોતાના નેતાઓની સુખ-સુવિધાની વધારે ચિંતા છે.
આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં રૂ. 2.50 કરોડથી વધુની દરખાસ્ત મંજૂર થવાની છે. એમાં નવી ટર્મના 192 કોર્પોરેટરો અને 50 અધિકારીઓ માટે મોંઘા ગેજેટ ખરીદવાના છે.
કેટલો ખર્ચ?
દરેક કોર્પોરેટરને 1 લાખનું લેપટોપ અને 1 લાખનો મોબાઈલ અપાશે. કુલ ખર્ચ 2.50 કરોડથી વધુ થશે.
AMC દ્વારા 2005થી દરેક નવી ટર્મમાં કોર્પોરેટરોને લેપટોપ-મોબાઈલ અપાય છે. ગત ટર્મમાં “પેપરલેસ વહીવટ” ના નામે દરેકને ટેબલેટ પણ અપાયા હતા.
પણ સવાલ એ છે કે AMC ની મુખ્ય કચેરીમાં એક પણ કોર્પોરેટર લેપટોપ વાપરતો જોવા મળતો નથી. તો આટલો ખર્ચ શા માટે?
જનતા મૂળભૂત સુવિધા માટે ઝઝૂમી રહી છે અને બીજી તરફ નેતાઓને લાખોના ગેજેટ અપાઈ રહ્યા છે. આ સીધું-સીધું જનતાના ટેક્સના પૈસાનું આંધણ છે.
હવે જોવાનું એ છે કે સ્ટેન્ડિંગ કમિટી આ દરખાસ્તને મંજૂરી આપે છે કે નહીં.
AMC Laptop Scam, Ahmedabad Municipal Corporation News, AMC Corporator Mobile 1 Lakh, Gujarat News Today, Janata Paisa Andhan AMC, Ahmedabad Road Khada News

