2026 Maruti Brezza Facelift: નવી મારુતિ બ્રેઝા હવે વધુ સ્માર્ટ, 5-સ્ટાર સેફ્ટી રેટિંગ અને 10.1-ઇંચ ટચસ્ક્રીન સાથે બજારમાં આવી

Arati Parmar
4 Min Read

2026 Maruti Brezza Facelift: નવી બ્રેઝા ભારતમાં લોન્ચ થઈ ગઈ છે અને દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારુતિ સુઝુકીની આ લોકપ્રિય સબ-4 મીટર કોમ્પેક્ટ એસયુવીનું નવું 2026 ફેસલિફ્ટ મોડેલ વધુ સારા લુક-ફીચર્સ અને નવા એન્જિન વિકલ્પ સાથે કમ્ફર્ટ અને કન્વીનિયન્સના મામલે પણ ઘણું અપડેટ થઈ ગયું છે. નવી બ્રેઝા ફેસલિફ્ટની શરૂઆતની એક્સ-શોરૂમ કિંમત 7.40 લાખ રૂપિયા રાખવામાં આવી છે. નવી મારુતિ બ્રેઝામાં બ્લેક અને બ્રાઉન કલર સ્કીમ સાથે ગ્લોસ બ્લેક ઇન્ટીરિયર થીમ, મોટું 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, વેન્ટિલેટેડ ફ્રન્ટ સીટ્સ, એમ્બિયન્ટ લાઇટિંગ, એર પ્યુરિફાયર, વાયરલેસ ચાર્જર, 360-ડિગ્રી કેમેરા, બ્લાઇન્ડ-સ્પોટ વોર્નિંગ અને ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ સહિત ઘણી નવી સુવિધાઓ આપવામાં આવી છે.

1. ડિઝાઇન અને કોસ્મેટિક ફેરફારો

- Advertisement -

2026 મારુતિ સુઝુકી બ્રેઝા ફેસલિફ્ટના લુક અને ડિઝાઇનમાં વધારે ફેરફાર કરવામાં આવ્યો નથી, પરંતુ તેમાં નવી ફ્રન્ટ ગ્રિલ, રીડિઝાઇન કરાયેલા ફોગ લેમ્પ પોડ્સ સાથે નવા બમ્પર અને આકર્ષક 16-ઇંચના ડ્યુઅલ-ટોન એલોય વ્હીલ્સ આપવામાં આવ્યા છે. જોકે, તેના ટ્વિન-પોડ એલઇડી હેડલેમ્પ અને ટેલલેમ્પ્સને પહેલાની જેમ જ યથાવત રાખવામાં આવ્યા છે. નવી બ્રેઝા હવે વધુ આકર્ષક દેખાય છે, કારણ કે તેમાં બ્લેક અને બ્રાઉન કલર સ્કીમ પણ મળે છે.

2. 10.1-ઇંચ ટચસ્ક્રીન અને પ્રીમિયમ ફીચર્સ

- Advertisement -

તમને જણાવી દઈએ કે નવી બ્રેઝા હવે ફીચર્સના મામલે ઘણી વધુ સારી બની ગઈ છે. તેના કેબિનની અંદર અપડેટેડ 10.1-ઇંચ ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે, જે નવા UI/UX ઇન્ટરફેસ સાથે આવે છે અને જૂના 9-ઇંચ યુનિટનું સ્થાન લે છે. આ ઉપરાંત બ્રેઝા ફેસલિફ્ટમાં હવે ફ્રન્ટ વેન્ટિલેટેડ સીટ્સ સાથે 64-કલર એમ્બિયન્ટ લાઇટ્સ, લેધરેટ સીટ્સ, પ્રીમિયમ ઇન્ટીરિયર થીમ, વાયરલેસ એન્ડ્રોઇડ ઓટો અને એપલ કારપ્લે સાથે અલેક્સા ઇન્ટિગ્રેશન, આર્કમિસ સાઉન્ડ સિસ્ટમ અને કૂલિંગ પેડ સાથે વાયરલેસ ચાર્જર જેવી સુવિધાઓ પણ મળે છે.

3. અપડેટેડ સેફ્ટી ફીચર્સ સાથે ભારત એનકૅપ તરફથી 5-સ્ટાર રેટિંગ

- Advertisement -

સેફ્ટીના મામલે 2026 બ્રેઝા ફેસલિફ્ટ ઘણી વધુ સારી બની ગઈ છે. તેમાં બ્લાઇન્ડ સ્પોટ વોર્નિંગ સિસ્ટમ, 6 એરબેગ્સ, ટાયર પ્રેશર મોનિટરિંગ સિસ્ટમ, ફ્રન્ટ પાર્કિંગ સેન્સર અને રિયર ક્રોસ-ટ્રાફિક એલર્ટ જેવા આધુનિક ફીચર્સ સામેલ કરવામાં આવ્યા છે. જોકે, તેમાં હજુ પણ ADAS સ્યુટ આપવામાં આવ્યું નથી. ખાસ વાત એ છે કે નવી બ્રેઝાએ ભારત એનકૅપ (Bharat NCAP) ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર સેફ્ટી રેટિંગ પ્રાપ્ત કર્યું છે. જૂની બ્રેઝાને ગ્લોબલ એનકૅપમાં 4-સ્ટાર રેટિંગ મળી હતી.

4. ટર્બો-પેટ્રોલ એન્જિન અને 6-સ્પીડ ટ્રાન્સમિશન

2026 મારુતિ બ્રેઝા ફેસલિફ્ટનું સૌથી મોટું આકર્ષણ તેનો નવો એન્જિન વિકલ્પ છે. ફ્રોન્ક્સ પછી બ્રેઝા બીજી એવી એસયુવી બની ગઈ છે, જેમાં બ્રાન્ડનું 1.0-લિટર 3-સિલિન્ડર ડાયરેક્ટ ઇન્જેક્શન ટર્બો-પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે, જે 110 HPની પાવર અને 170 ન્યૂટન મીટરનો ટોર્ક જનરેટ કરે છે. આ ઉપરાંત, આ ટર્બો-પેટ્રોલ એન્જિન સાથે 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશન જોડવામાં આવ્યું છે. સાથે જ 1.5-લિટર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ અને CNG વર્ઝનમાં પણ હવે જૂના 5-સ્પીડ ગિયરબોક્સના સ્થાને 6-સ્પીડ મેન્યુઅલ ટ્રાન્સમિશનને સ્ટાન્ડર્ડ તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

5. અન્ડરબોડી CNG ટાંકી અને બૂટ સ્પેસ

વિક્ટોરિસની જેમ જ મારુતિ સુઝુકીએ હવે નવી બ્રેઝામાં પણ અન્ડરબોડી-માઉન્ટેડ CNG ટાંકીની સુવિધા આપી છે. બૂટમાં પરંપરાગત સિલિન્ડર ન હોવાના કારણે હવે સામાન રાખવાની જગ્યા ઘણી વધી ગઈ છે. જોકે, CNG અથવા અન્ય કોઈપણ પાવરટ્રેન સાથે હવે સ્પેર વ્હીલ મળશે નહીં, પરંતુ તેના સ્થાને પંક્ચર રિપેર કિટ આપવામાં આવી છે.

Share This Article