Quick Commerce 10 Minute Delivery: 10 મિનિટ ડિલિવરી બંધ થતાં ગિગ વર્કર્સની જિંદગીમાં શું બદલાયું? સુરક્ષા વધી, પણ આવકની ચિંતા યથાવત

Arati Parmar
2 Min Read

Quick Commerce 10 Minute Delivery મોડલ પર સરકારે હસ્તક્ષેપ કરતા Blinkit, Zepto સહિતની ક્વિક કોમર્સ કંપનીઓએ 10 મિનિટમાં ડિલિવરીનું વચન પાછું ખેંચી લીધું છે. આ નિર્ણયથી ગિગ વર્કર્સની સુરક્ષા અંગેની ચિંતા ઘટી છે, પરંતુ સાથે જ તેમની આવક અને રોજગાર પર અસર પડશે કે કેમ તે મુદ્દે ચર્ચા તેજ બની છે.

સરકારના નિર્ણય બાદ બદલાઈ કંપનીઓની રણનીતિ

- Advertisement -

સરકાર તરફથી વધતી અકસ્માતની ઘટનાઓ અને રોડ સેફ્ટી અંગે ઉઠેલા પ્રશ્નોને ધ્યાનમાં રાખીને ક્વિક કોમર્સ પ્લેટફોર્મ્સને 10 મિનિટ ડિલિવરીના દાવા હટાવવા ફરજ પાડવામાં આવી. કંપનીઓએ જાહેરાતોમાંથી આ વાક્ય દૂર કર્યું છે, પરંતુ વાસ્તવિક કામકાજની ગતિમાં બહુ ફેરફાર નથી થયો એવી વાત ઘણા ડિલિવરી પાર્ટનર્સ કરે છે.

ડિલિવરી સંખ્યાએ જ નક્કી કરે છે કમાણી

- Advertisement -

ગિગ વર્કર્સનું કહેવું છે કે તેમની કમાણી મુખ્યત્વે ડિલિવરીની સંખ્યાથી જોડાયેલી છે. એક દિવસમાં 1,200 થી 1,500 રૂપિયા કમાવવા માટે 35 થી વધુ ડિલિવરી કરવી પડે છે. કેટલાક વર્કર્સ 14–15 કલાક કામ કર્યા બાદ પણ માંડ 1,500 રૂપિયા સુધી પહોંચી શકે છે.

ઇન્સેન્ટિવ સિસ્ટમ બની મોટી સમસ્યા

- Advertisement -

ઇન્સેન્ટિવ મેળવવા માટે ચોક્કસ સંખ્યામાં ડિલિવરી પૂર્ણ કરવી ફરજિયાત હોય છે. ઘણીવાર આ નીતિ દિવસમાં એકથી વધુ વખત બદલાઈ જાય છે. પરિણામે ગિગ વર્કર્સ ઝડપ વધારવા માટે ખોટી સાઈડથી વાહન ચલાવવાનો જોખમ લે છે, જે તેમની જિંદગી માટે ખતરનાક સાબિત થાય છે.

સુરક્ષા મળી, પરંતુ આવક ઘટવાની ભીતિ

બેંગલુરુના એક ડિલિવરી પાર્ટનરે કહ્યું કે હવે થોડી રાહત અનુભવાય છે, કારણ કે દરેક ઓર્ડર દોડ જેવી લાગતો નથી. બીજી તરફ મુંબઈ અને લખનઉના વર્કર્સને ડર છે કે જો ઓર્ડર ઘટશે તો ઘરખર્ચ, ભાડું અને EMI કેવી રીતે ભરાશે?

વાસ્તવિક બદલાવ ક્યારે આવશે?

ગિગ વર્કર્સનું માનવું છે કે Quick Commerce 10 Minute Delivery બંધ થવાથી માત્ર બ્રાન્ડિંગ બદલાયું છે. સાચો ફેરફાર ત્યારે જ આવશે જ્યારે કંપનીઓ ન્યૂનતમ પગાર, સ્થિર ઇન્સેન્ટિવ નીતિ, આરોગ્ય વીમા અને અકસ્માત વળતર જેવી સુવિધાઓ અમલમાં મૂકશે.

Share This Article