Kantara Chapter 1 box office collection: સાઉથના સુપરસ્ટાર રિષભ શેટ્ટીની ફિલ્મ ‘કાંતાંરા ચેપ્ટર 1’ રિલીઝ થતાની સાથે જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ધમાલ મચાવી દીધી છે. સિનેમાઘરોમાં ફિલ્મને રિલીઝ થયાને હજી ફક્ત 9 દિવસ જ થયા છે, છતાં પણ આ ફિલ્મને જોવા દર્શકોની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. ફિલ્મની વાર્તા તો લોકોના જીભે ચઢી છે. ફિલ્મની સ્ટોરી, એક્શન અને ગીતોએ દર્શકોને એટલા પ્રભાવિત કર્યા છે કે લોકો વારંવાર સિનેમાઘરોમાં ફિલ્મ જોવા જઈ રહ્યા છે. કરવા ચૌથના ખાસ અવસર પર ફિલ્મના બોક્સ ઓફિસ કલેક્શનમાં પણ ઉછાળો જોવા મળ્યો છે, જેના કારણે ફિલ્મે વર્લ્ડવાઇડ 500 કરોડ અને ભારતમાં 350 કરોડનો આંકડો પાર કરી લીધો છે.
બોક્સ ઓફિસ કલેક્શન 500 કરોડ પાર
એક રિપોર્ટ પ્રમાણે ‘કાંતાંરા ચેપ્ટર 1’ માત્ર દિવસમાં જ વર્લ્ડવાઇડ 500 કરોડનો મોટો આંકડો પાર કરી લીધો છે. આ આકડો દરેક ફિલ્મમેકર માટે સપનાસમ છે. જો દેશના બોક્સ ઓફિસની વાત કરીએ, તો પ્રથમ દિવસથી લઈને નવમા દિવસ સુધી ફિલ્મની કમાણી આશ્ચર્યચકિત કરી દે તેવી રહી છે. આ ફિલ્મને કર્ણાટકા, તેલુગુ, તમિલ અને મલયાલમ ભાષામાં રિલીઝ કરવામાં આવી છે. પહેલા દિવસની કમાણી ₹61.85 કરોડની સાથે આ ફિલ્મે ધમાકેદાર શરૂઆત કરી હતી.
બીજા દિવસે ફિલ્મે ₹45.4 કરોડની કમાણી કરી હતી, ત્રીજા દિવસે આ ફિલ્મે 55 કરોડ અને ચોથા દિવસે 63 કરોડની કમાણી કરી હતી. જોકે પાંચમાં દિવસે ફિલ્મની કમાણી ₹31.5 કરોડ સાથે થોડી ડાઉન થઈ હતી. પણ છઠ્ઠા દિવસે આ ફિલ્મે ₹34.25 કરોડની કમાણી કરી ત્યારબાદ સાતમાં દિવસે અને આઠમાં દિવસે ફિલ્મની કમાણીમાં ઘટાડો જોવા મળ્યો આ બે દિવસમાં ફિલ્મે માત્ર (દિવસ 7 ₹25.25 કરોડ,દિવસ 8 ₹21.15 કરોડ) ₹46.40 કરોડની કમાણી કરી હતી. આ રીતે ફિલ્મે પહેલા અઠવાડિયામાં જ કુલ ₹337.4ની કમાણી કરી છે. નવમા દિવસે ફિલ્મની કમાણીમાં ફરી વધારો જોવા મળ્યો અને ₹22 કરોડની કમાણી સાથે અત્યાર સુધી ભારતમાં કુલ ₹359.40 કરોડનો આંકડો પહોંચી ગયો છે.
‘કુલી’ અને ‘વૉર 2’ને પછાડી
જેમને ખબર નથી તેમને જણાવી દઈએ કે રિષભ શેટ્ટીની ‘કાંતાંરા’ ફિલ્મનું બજેટ માત્ર ₹16 કરોડનું હતું. અને આ ફિલ્મે માત્ર એક મહિનામાં 188 કરોડ રૂપિયાની કમાણી કરી હતી.ત્યારે વર્લ્ડવાઇડ ફિલ્મે ₹400-450 કરોડ કમાણી કરી હતી. આ ફિલ્મે ફક્ત 9 દિવસમાં જ કુલી અને વૉર જેવી મોટી ફિલ્મોને પણ પાછળ છોડી દીધી છે. જણાવી દઈએ કે ફિલ્મ કૂલીએ રૂ 518 કરોડની કમાણી કરી હતી અને ‘વૉર 2’ એ ₹475 કરોડની કમાણી કરી હતી.