JP Nadda Gujarat: નેહરુએ આંબેડકર સામે કર્યો હતો પ્રચાર, ગુજરાતમાં જે.પી. નડ્ડાએ કોંગ્રેસનો ઇતિહાસ યાદ કરાવી રાહુલ ગાંધી પર કર્યા પ્રહાર

Arati Parmar
4 Min Read
JP Nadda Gujarat

જે.પી. નડ્ડાનો રાહુલ ગાંધી પર સીધો હુમલો, કહ્યું- કોંગ્રેસે આંબેડકરને ચૂંટણીમાં હરાવવા પ્રયાસ કર્યો હતો

JP Nadda Gujarat: BJPના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ ગુરુવારે ગુજરાતની ધરતી પરથી કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા. અમદાવાદમાં ‘બંધારણ ગૌરવ દિવસ’ નિમિત્તે યોજાયેલી વિશેષ ‘નાગરિક ગોષ્ઠી’માં નડ્ડાએ કહ્યું કે ડૉ. બાબાસાહેબ આંબેડકર દ્વારા ઘડવામાં આવેલું બંધારણ ભારતનો આત્મા અને રાષ્ટ્રની પ્રાણશક્તિ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘બંધારણ ગૌરવ દિવસ’ની ઉજવણી શરૂ કરીને બંધારણનું સન્માન જાળવવા અને તેના મૂલ્યોને જન-જન સુધી પહોંચાડવાનું કાર્ય કર્યું છે. આ પછી જે.પી. નડ્ડાએ કોંગ્રેસ અને રાહુલ ગાંધીને નિશાન બનાવ્યા.

- Advertisement -

રાહુલ ગાંધી પર સીધો પ્રહાર

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે આજે કોંગ્રેસ પક્ષનો એક અપરિપક્વ વ્યક્તિ બંધારણની લાલ રંગના પૂંઠાવાળી નકલ લઈને ફરે છે. તેમનો ઇશારો રાહુલ ગાંધી તરફ હતો. તેમણે કહ્યું કે દેશ માટે એ જાણવું જરૂરી છે કે ડૉ. બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કોંગ્રેસ પક્ષનું વલણ કેટલું વિરોધી રહ્યું છે.

ડૉ. આંબેડકરને બંધારણ સભામાં ચૂંટાતા અટકાવવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા. 1952ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસે તેમની સામે પોતાનો ઉમેદવાર ઉતાર્યો હતો, જેના કારણે તેમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ ઉપરાંત, 1954ની ભંડારા પેટાચૂંટણી દરમિયાન પંડિત નેહરુએ તેમની સામે સક્રિય રીતે પ્રચાર કર્યો હતો. ડૉ. આંબેડકરના અવસાન બાદ તેમની સ્મૃતિમાં સ્મારક બનાવવાનો પ્રસ્તાવ નેહરુ સરકારે સ્વીકાર્યો નહોતો.

- Advertisement -

નડ્ડા બોલ્યા, વી.પી. સિંહની સરકારે આપ્યો ભારત રત્ન

જે.પી. નડ્ડાએ કહ્યું કે કોંગ્રેસના ઇતિહાસમાં બંધારણનું વારંવાર અપમાન અને દુરુપયોગ જોવા મળે છે. કોંગ્રેસે હંમેશાં બાબાસાહેબનું અપમાન કર્યું છે. તેનાથી વિપરીત, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યકાળ દરમિયાન 26, અલીપુર રોડ પર રાષ્ટ્રીય સ્મારક બનાવવામાં આવ્યું હતું, જેનું ઉદ્ઘાટન 2018માં થયું હતું.

તેમણે વધુમાં કહ્યું કે 1990માં વી.પી. સિંહની સરકાર દરમિયાન ડૉ. આંબેડકરને ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ એવી સરકાર હતી, જેને BJPનું સમર્થન પ્રાપ્ત હતું.

- Advertisement -

ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્માએ પણ વ્યક્ત કર્યા વિચારો

કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાએ કહ્યું કે આજે કોંગ્રેસ બંધારણની રક્ષા કરવાની વાત કરે છે, જ્યારે પોતાના શાસનકાળ દરમિયાન તેણે વારંવાર બંધારણીય મૂલ્યોનું અપમાન કર્યું હતું.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે આપણું બંધારણ માત્ર કાયદાઓનો દસ્તાવેજ નથી, પરંતુ તે લોકશાહી, રાષ્ટ્રીય એકતા, સામાજિક ન્યાય અને નાગરિકોની ગરિમાનો આધારસ્તંભ છે.

ગુજરાત BJPના અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે બંધારણ પ્રત્યે સાચું સન્માન ત્યારે જ વ્યક્ત થાય છે, જ્યારે સમાજની છેલ્લી હરોળમાં ઊભેલી વ્યક્તિને સમાન તકો અને ગરિમાપૂર્ણ જીવન પૂરું પાડવામાં આવે.

Share This Article