શિયાળાની ઋતુમાં શરદી ઉધરસની સમસ્યા સામાન્ય થઈ જાય છે.

newzcafe
By newzcafe 2 Min Read

શરદી-ખાંસી દુર કરવાનો ઘરગથ્થુ ઈલાજ


શરદી-ખાંસી દુર કરવાનો ઘરગથ્થુ ઈલાજ


દેશી ઇલાજ: શરદી-ખાંસી દુર કરવાનો રામબાણ ઈલાજ, 1 જ દિવસમાં થઇ જશે ગાયબ


શિયાળાની ઋતુમાં શરદી ઉધરસની સમસ્યા સામાન્ય થઈ જાય છે. આમ તો ઉધરસ અને શરદી કોઈપણ ઋતુમાં થઈ શકે છે પરંતુ શિયાળીની શરૂઆત અને પ્રદૂષણમાં તેનું પ્રમાણ વધી જાય છે. જો કે આવી સમસ્યાઓ માટે દરેક વખતે ડોક્ટર પાસે જવું જરૂરી નથી. કારણ કે તેની દવા આપણા રસોડામાં જ હાજર છે. શરદી, ઉધરસમાં દવા કરતાં ઝડપી રાહત દેશી ઈલાજ આપે છે. આજે તમને આવા જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરીને તમને શરદી-ઉધરસથી સરળતાથી છુટકારો મેળવી શકો છો.


આદુ અને મીઠું


જો તમને ઉધરસ થઈ હોય તો આદુના નાના નાના ટુકડા કરી તેના ઉપર થોડું નમક છાંટીને પોતાના મોઢામાં રાખી અને ધીરે ધીરે ચાવો. ધીરે ધીરે આદુના રસને ગળેથી ઉતારતા રહો આમ કરવાથી પાંચથી દસ મિનિટમાં જ તમને ઉધરસ થી રાહત મળી જશે.


મરી અને મધ


શરદી-ઉધરસથી છુટકારો મેળવવા માટે મરી અને મધ પણ ખૂબ જ ઉપયોગી છે. દવા કર્યા છતાં પણ તમને ઉધરસ મટતી ન હોય તો ચાર પાંચ મરીના દાણાને પીસી તેના પાવડરમાં થોડું મધ ઉમેરીને તેને ચાટી જવું. દિવસમાં બેથી ત્રણ વખત આવું કરવાથી ઉધરસ મટી જાય છે.


આદુ અને મધ


શરદી-ઉધરસથી આદુ અને મધ તુરંત જ રાહત અપાવે છે. આદુનો રસ કાઢી તેમાં મધ અને મુલેઠી પાઉડર ઉમેરીને તેનું સેવન કરવું. આ દેશી ઉપચાર કરવાથી શરદી-ઉધરસ તુરંત મટે છે અને સાથે જ ઇમ્યુનિટી પણ સુધરે છે.


ગરમ પાણી અને મધ


જો ગળામાં દુખાવો થતો હોય તો હુંફાળા ગરમ પાણીમાં એક ચમચી મધ ઉમેરીને તેને પીવાનું રાખો. આમ કરવાથી ગળાનો દુખાવો પણ મટશે અને ઉધરસ પણ મટી જશે.

Share This Article