જીરું, વરિયાળી અને અજમાના પાવડરના પાણીના ફાયદાઓ જાણો

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 2 Min Read

રાત્રે સૂતા પહેલા 1 ચમચી જીરું, વરિયાળી અને અજમાનો પાવડર પી લો, દવા વિના મટી જાશે આ 4 સમસ્યા
જીરું, અજમા અને વરિયાળીનો ઉપયોગ અલગ અલગ તો તમે પણ કર્યો હશે પરંતુ આ 3 વસ્તુને સમાન માત્રામાં લઈ તેનો પાવડર બનાવી લેવો. ત્યારબાદ રોજ રાત્રે હુંફાળા પાણી સાથે 1 ચમચી આ પાવડરની લઈ લેવી. આ પાવડર નિયમિત લેવાથી ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓ તો દવા વિના જ મટવા લાગે છે.

જીરું, વરિયાળી અને અજમાનો પાવડર પાચન તંત્ર સંબંધિત સમસ્યાઓને ઠીક કરે છે. આ પાવડર રોજ રાત્રે પાણી સાથે લેશો તો પાચનની સમસ્યાઓ જેમકે ગેસ, કબજિયાત, એસિડિટી મટશે. આ પાવડરથી પાચન ક્રિયા દુરુસ્ત રહે છે.

- Advertisement -

વજન ઘટે છે
જે લોકોનું પેટ બહાર નીકળવા લાગ્યું હોય તેમણે પણ આ પાવડર રાત્રે લેવો જોઈએ. આ પાવડર હુંફાળા પાણી સાથે લેવાથી પાચન સુધરે છે અને બેલી ફેટ ઓછું કરવામાં મદદ મળે છે.

સ્કિન પ્રોબ્લેમ દુર થશે
જીરું, અજમા અને વરિયાળીનું પાણી પીવાથી સ્કિનને પણ લાભ થાય છે. આ પાવડર પીવાથી બોડી ડિટોક્સ થાય છે. જેના કારણે સ્કિન પર પણ તેની અસર થાય છે. તેનાથી સ્કિન પર નિખાર વધે છે.

- Advertisement -

મેટાબોલિઝમ બુસ્ટ થશે
જો મેટાબોલિઝમ સારું હોય તો બીમારીઓથી બચી જવાય છે. આ પાવડર રોજ રાત્રે લેવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે. તેનાથી વજન ઘટાડવામાં મદદ મળે છે.

Share This Article