કેન્સર 200થી વધુ પ્રકારના હોય છે. સામાન્ય રીતે જ્યારે શરીરમાં કેન્સરની ગાંઠ બનવા લાગે તો કેટલાક લક્ષણો જોવા મળે છે. શરીરના અલગ અલગ અંગમાં આ લક્ષણ જોવા મળે છે. આ લક્ષણ પરથી કેન્સરના શરૂઆતી સ્ટેજ વિશે જાણી શકાય છે.
કેન્સરમાં શરીરના અંગોમાં અસામાન્ય રીતે ગાંઠ હોય છે. આ ગાંઠ જીવલેણ સાબિત થઈ શકે છે. આવું થવાના અલગ અલગ કારણ હોય છે. જેમાં મુખ્ય રીતે ખરાબ લાઈફ સ્ટાઇલ, હોર્મોનલ ડિસફંકશન, રેડીએશન, કેમિકલ એક્સપ્લોઝર, ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટનો સમાવેશ થાય છે.
કેન્સર 200થી વધુ પ્રકારના હોય છે. સામાન્ય રીતે જ્યારે શરીરમાં કેન્સરની ગાંઠ બનવા લાગે તો કેટલાક લક્ષણો જોવા મળે છે. શરીરના અલગ અલગ અંગમાં આ લક્ષણ જોવા મળે છે. આ લક્ષણ પરથી કેન્સરના શરૂઆતી સ્ટેજ વિશે જાણી શકાય છે. પરંતુ આ જાણકારી ત્યારે જ મળે જ્યારે શરીરમાં થતા આ ફેરફારોને લઈને લોકો સજાગ રહે. એક રિસર્ચ અનુસાર કેન્સરના આ 6 લક્ષણોને શરૂઆતમાં જ ઓળખી અને નિષ્ણાંતની મદદ લેવામાં આવે તો જીવલેણ બીમારીથી જીતવામાં મદદ મળી શકે છે.
રાત્રે વધારે પરસેવો થવો કે તાવ આવવો
આ સંક્રમણ દવાઓની સાઈડ ઈફેક્ટના કારણે પણ થઈ શકે છે. મહિલાઓમાં ઘણી વખત મેનોપોઝના કારણે પણ આ સમસ્યા થાય છે. જ્યારે શરીરમાં કેન્સર વધવા લાગે તો રાત્રે વધારે પ્રમાણમાં પરસેવો આવે છે અને કારણ વિના તાવ આવી જાય છે.
થાક
આમ તો એવા ઘણા કારણ છે જેના કારણે શરીર વધારે થાકેલું હોય તેવો અનુભવ થાય. પરંતુ કોઈ પણ કારણ વિના શરીરમાં સતત થાકનો અનુભવ થવો શરીરમાં ગંભીર સમસ્યા એટલે કે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.
બ્લીડિંગ કે ઈજા
જો તમને કંઈ જ વાગ્યું ન હોય તેમ છતાં શરીરમાંથી લોહી નીકળતું હોય તો ડોક્ટરી તપાસ કરાવી લેવી જરૂરી છે. ખાસ કરીને મળ કે મૂત્રમાં રક્ત આવે અથવા તો ઉલટીમાં લોહી નીકળે તો તે કેન્સરનું લક્ષણ પણ હોઈ શકે છે.
શરીરમાં દુખાવા
વધતી ઉંમરની સાથે શરીરમાં દુખાવા રહે તે સામાન્ય વાત છે પરંતુ શરીરમાં કારણ વિના કોઈ ખાસ જગ્યાએ સતત દુખાવો રહેતો કેન્સર જેવી ગંભીર બીમારીનું તે લક્ષણ પણ હોઈ શકે છે.