શાકાહારી લોકો પ્રોટીનની આપૂર્તી માટે આ ચાર પ્રોટીનયુક્ત આહારનું સેવન કરી શકે છે.

newzcafe
3 Min Read

શાકાહારી લોકો પ્રોટીનની પૂર્તી માટે શું કરી શકે છે ?


શાકાહારી લોકો પ્રોટીનની પૂર્તી માટે શું કરી શકે છે ?


પ્રોટીનની ઉણપ દુર કરવા વેજીટેરીયન માટે બેસ્ટ છે આ 4 ફૂડ્સ, જેમાં હોય છે ઈંડા કરતાં વધુ પ્રોટીન


શાકાહારી લોકો પ્રોટીનની આપૂર્તી માટે આ ચાર પ્રોટીનયુક્ત આહારનું સેવન કરી શકે છે. આ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનયુક્ત વસ્તુઓ શરીરની પ્રોટીનની જરૂરિયાતને પુરી કરીને પ્રોટીનની ઉણપને દૂર કરી શકે છે.


બોડીને ફિટ અને હેલ્ધી રાખવા માટે દરેક પ્રકારના પોષક તત્વોને જરૂરિયાત હોય છે. પોષક તત્વો આપણા શરીરને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. જેમાં સૌથી વધારે મહત્વનું પ્રોટીન હોય છે. તેથી જ જરૂરી છે કે નિયમિત રીતે કેટલીક વસ્તુઓનું સેવન કરવામાં આવે જેનાથી શરીરને પ્રોટીન ભરપૂર પ્રમાણમાં મળે. જોકે પ્રોટીનની વાત આવે તો સૌથી પહેલા ઈંડા મગજમાં આવે. લોકોનું માનવું છે કે ઈંડામાં સૌથી વધારે પ્રોટીન હોય છે પરંતુ મોટાભાગના વેજીટેરિયન લોકો ઈંડા ખાતા નથી. 


ઈંડા પણ શરીરને અઢળક લાભ કરે છે તેનું સેવન કરવાથી શરીરને પ્રોટીન મળે છે અને લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી. પરંતુ જે લોકો શાકાહારી હોય છે તેમના માટે ઈંડા ખાવા શક્ય નથી. આવી સ્થિતિમાં શાકાહારી લોકો પ્રોટીનની આપૂર્તી માટે આ ચાર પ્રોટીનયુક્ત આહારનું સેવન કરી શકે છે. આ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનયુક્ત વસ્તુઓ શરીરની પ્રોટીનની જરૂરિયાતને પુરી કરીને પ્રોટીનની ઉણપને દૂર કરી શકે છે.


શાકાહારીઓ માટે પ્રોટીનયુક્ત વસ્તુઓ


કઠોળ અને દાળ


જે લોકો શાકાહારી છે તેમણે પ્રોટીનની આ પૂર્તિ માટે ઈંડાને બદલે કઠોળ અને વિવિધ પ્રકારની દાળનું સેવન કરવું જોઈએ. કઠોળમાં ચણા અને દાળમાં તુવેરની દાળમાં સૌથી વધારે પ્રોટીન જોવા મળે છે. તમે મગને પલાળીને તેને ફણગાવી સ્પ્રાઉટસ તરીકે ખાઈ શકો છો તેનાથી પણ શરીરને ભરપૂર પ્રમાણમાં પ્રોટીન મળે છે. 


ગ્રીક યોગર્ટ


શરીરમાં પ્રોટીનની ઉણપ હોય તો તમે ગ્રીક યોગર્ટને ડાયટમાં સામેલ કરી શકો છો. તેનાથી પ્રોટીનની આપુર્તિ થાય છે. શાકાહારી લોકો ટોફુંને પણ ગ્રીક યોગર્ટમાં ઉમેરીને ખાઈ શકે છે.


મશરૂમ


મશરૂમ પણ પ્લાન્ટ બેઝ્ડ પ્રોટીનનો સોર્સ છે. તેનું સેવન કરવાથી શરીરને જરૂરી માત્રામાં પ્રોટીન મળી જાય છે. મશરૂમને તમે બાફીને અથવા તો તેનું શાક બનાવીને ઉપયોગમાં લઈ શકો છો.


એવોકાડો 


પ્રોટીનની આપુર્તિ માટે ઈંડાને બદલે એવોકાડોને પણ ડાયટમાં સામેલ કરી શકાય છે. એવોકાડો પ્રોટીનથી ભરપૂર હેલ્ધી વસ્તુ છે તેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. એવોકાડોને તમે સલાડ તરીકે અથવા તો સેન્ડવીચમાં ઉપયોગમાં લઈ શકો છો.

Share This Article