Delhi AAP New Chief: પરાજય પછી AAPનું મોટું પગલું: દિલ્હીમાં નવા પ્રદેશ પ્રમુખ, ગુજરાત-ગોવામાં કૉંગ્રેસ સામે આક્રમક રણનીતિ!

Arati Parmar
By Arati Parmar 2 Min Read

Delhi AAP New Chief: દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી (AAP)ની હાર બાદ પાર્ટી નેતૃત્વમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આજે આમ આદમી પાર્ટીની પોલિટિકલ અફેર્સ કમિટી (PAC)ની બેઠકમાં ઘણા મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. આ બેઠક પાર્ટીના સંયોજક અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી. પાર્ટીએ દિલ્હીના પૂર્વ ઉપમુખ્યમંત્રી મનીષ સિસોદિયાને પંજાબના પ્રભારી બનાવ્યા છે. જ્યારે ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

અરવિંદ કેજરીવાલના ઘરે થઈ હતી પાર્ટીની બેઠક

- Advertisement -

આ ઉપરાંત પાર્ટીએ પંકજ ગુપ્તાને ગોવાના પ્રભારી બનાવ્યા છે. જ્યારે સંદીપ પાઠકને છત્તીસગઢના પ્રભારી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. પાર્ટીએ સૌરભ ભારદ્વાજને દિલ્હીના પ્રદેશ અધ્યક્ષ બનાવ્યા છે. જ્યારે જમ્મુ-કાશ્મીરના પ્રમુખ પદની જવાબદારી મહારાજ મલિકને સોંપવામાં આવી છે.આ બેઠકમાં સંગઠનના મહાસચિવ સંદીપ પાઠક, મનીષ સિસોદિયા, ગોપાલ રાય, આતિશી, ઈમરાન હુસૈન, પંકજ ગુપ્તા, સાંસદો એનડી ગુપ્તા અને રાઘવ ચઢ્ઢા હાજર રહ્યા હતા.

ગુજરાતમાં સંગઠન મજબૂત કરવા પ્રયાસ

- Advertisement -

આમ આદમી પાર્ટી માટે અત્યારે સૌથી મહત્ત્વપૂર્ણ રાજ્ય પંજાબ છે, જેની જવાબદારી મનીષ સિસોદિયાને આપવામાં આવી છે ગુજરાત ગોપાલ રાયને ગુજરાતના પ્રભારી બનાવવામાં આવ્યા છે. આ નિર્ણયથી સ્પષ્ટ થાય છે કે આમ આદમી પાર્ટી ગુજરાત, ગોવા અને છત્તીસગઢમાં પણ પોતાનો વિસ્તાર કરવા માંગે છે. જો આમ આદમી પાર્ટી ગુજરાત અને છત્તીસગઢમાં પોતાનું સંગઠન મજબૂત કરે તો ભાજપ કરતાં પહેલા કોંગ્રેસને ઝટકો લાગે, કારણ કે બંને રાજ્યમાં કોંગ્રેસ જ મુખ્ય વિપક્ષી દળ છે.

 પાર્ટીનું ફોકસ હવે પંજાબ વિધાનસભા ચૂંટણી પર

- Advertisement -

AAPએ આ ફેરફારો એવા સમયે કર્યા છે જ્યારે દિલ્હીમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેને હારનો સામનો કરવો પડ્યો હતો. રાજકીય નિષ્ણાતોનું માનવું છે કે હવે પાર્ટીની સામે પંજાબને બચાવવાનો પડકાર છે. આ જ કારણ છે કે અરવિંદ કેજરીવાલે પંજાબની જવાબદારી મનીષ સિસોદિયાને સોંપી છે. ખાસ વાત એ છે કે દિલ્હી વિધાનસભા ચૂંટણીના પરિણામોની જાહેરાત બાદ મનીષ સિસોદિયા પંજાબમાં ખૂબ જ સક્રિય હતા.

Share This Article