Railway Rules For ID Proof: ગ્રુપ કે ફેમિલી સાથે કરી રહ્યા છો મુસાફરી તો તરત વાંચી લો આ નિયમ, રેલવેએ કર્યો મોટો ફેરફાર

Arati Parmar
3 Min Read

Railway Rules For ID Proof: દેશમાં દરરોજ કરોડો લોકો અલગ-અલગ રૂટ પર ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. કોઈ નોકરી માટે મુસાફરી કરે છે, કોઈ ભ્યાસ માટે તો કોઈ પરિવાર સાથે ફરવા નીકળે છે. ખાસ કરીને રજાઓ કે તહેવારોના સમયે મોટી સંખ્યામાં લોકો પરિવાર કે મિત્રો સાથે એક જ ટિકિટ પર મુસાફરી કરે છે. આવા મુસાફરો માટે હવે રેલવેએ એક મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે.

ભારતીય રેલવેના નવા નિયમ મુજબ, જો કોઈ મુસાફર પરિવાર કે ગ્રુપ સાથે એક જ PNR પર મુસાફરી કરી રહ્યો છે, તો તમામ લોકોએ અલગ-અલગ ઓળખ પત્ર (ID Proof) બતાવવાની જરૂર રહેશે નહીં. હવે માત્ર એક મુસાફર પાસે ઓળખ પત્ર હોવું પૂરતું માનવામાં આવશે. આનાથી ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરનારા મુસાફરોને મોટી રાહત મળવાની છે.

- Advertisement -

ખરેખર ઘણી વખત એવું બને છે કે એક જ PNR પર 4 થી 6 લોકો મુસાફરી કરી રહ્યા હોય છે. એવામાં ટિકિટ ચેકિંગ દરમિયાન TTE તમામ મુસાફરો પાસેથી ઓળખ પત્ર માંગતા હતા, જેનાથી ઘણી વખત મુશ્કેલી પણ ઊભી થતી હતી. આ પરિસ્થિતિને સરળ બનાવવા માટે રેલવેએ આ નવો નિયમ લાગુ કર્યો છે.

નવા નિયમ મુજબ, જો એક PNR પર છ લોકોની ટિકિટ બુક છે, તો તે છમાંથી કોઈ પણ એક મુસાફર પાસે આધાર કાર્ડ કે બીજું કોઈ માન્ય ઓળખ પત્ર હોવું જરૂરી રહેશે. તે જ ઓળખ પત્રના આધારે બાકીના મુસાફરોની ઓળખ માન્ય રાખવામાં આવશે.

- Advertisement -

જોકે, ઓળખ પત્ર સંપૂર્ણપણે માન્ય હોવું જોઈએ, જેમ કે આધાર કાર્ડ, વોટર આઈડી, પાન કાર્ડ, પાસપોર્ટ કે અન્ય કોઈ સરકારી ઓળખ પત્ર. જો TTE તપાસ દરમિયાન ઓળખ પત્ર માંગે છે, તો ગ્રુપના ઓછામાં ઓછા એક મુસાફરે તે બતાવવા માટે તૈયાર રહેવું જોઈએ.

રેલવેનું માનવું છે કે આ ફેરફારથી ટિકિટ ચેકિંગની પ્રક્રિયા પણ સરળ બનશે અને મુસાફરોને પણ ઓછી માથાકૂટનો સામનો કરવો પડશે. ખાસ કરીને પરિવાર સાથે મુસાફરી કરનારા લોકો માટે આ નિયમ ઘણો સુવિધાજનક સાબિત થઈ શકે છે.

- Advertisement -

તેથી, જો તમે પણ આગામી દિવસોમાં પરિવાર કે મિત્રો સાથે ટ્રેનમાં મુસાફરી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો આ નિયમ ચોક્કસ યાદ રાખો. પ્રયત્ન કરો કે ગ્રુપમાં ઓછામાં ઓછી એક વ્યક્તિ પોતાની સાથે માન્ય ઓળખ પત્ર જરૂર રાખે, જેથી મુસાફરી દરમિયાન કોઈ પણ પ્રકારની પરેશાની ન થાય.

Share This Article