વડોદરાઃ વાઘોડિયા GIDC સુધીનો રોડ સિક્સ લેન બનશે.

Reena Brahmbhatt
By Reena Brahmbhatt 1 Min Read

વુડાએ 7 દિવસમાં જાહેરાતના બોર્ડ હટાવવા સૂચના આપી હતી

વડોદરાથી વાઘોડિયા સુધી સિક્સ લેન રોડ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રોડની બંને બાજુ અનેક નાના-મોટા જાહેરાતના બોર્ડ લગાવવામાં આવ્યા છે. વહીવટીતંત્રે કહ્યું છે કે જાહેરાત બોર્ડ અને અન્ય બોર્ડ જે ગેરકાયદેસર અને અન્ય રીતે લગાવવામાં આવ્યા છે તેને તાત્કાલિક દૂર કરવામાં આવે. જો આગામી સાત દિવસમાં આ કાર્યવાહી કરવામાં નહીં આવે તો વુડાના વહીવટીતંત્ર દ્વારા આવા બોર્ડ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -

6 lan road

વડોદરાથી વાઘોડિયા ગામ સુધીના રસ્તાનો નવી ટીપી સ્કીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ત્રણ યુનિવર્સિટીના 60 હજાર જેટલા વિદ્યાર્થીઓ અને વાઘોડિયા GIDC કંપનીના અનેક કર્મચારીઓ આ રોડનો ઉપયોગ કરે છે. હવે વડોદરા શહેરી વિકાસ સત્તામંડળ-વુડાએ આ રોડને સિક્સ લેન બનાવવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ રોડની બંને બાજુ અનેક સોસાયટીઓ સહિત અનેક જાહેરાતના બોર્ડ લાગેલા છે. આમાંના ઘણા બોર્ડ ગેરકાયદે પણ જણાયા છે. જો કે, આ રોડ પહોળો કરવાનો છે, આથી વુડા કચેરીના મુખ્ય કાર્યકારી અધિકારીએ રસ્તાની બંને બાજુથી આવા જાહેરાતના બોર્ડ દૂર કરવા જણાવ્યું છે. જો આગામી સાત દિવસમાં તે વ્યક્તિઓ દ્વારા આવા તમામ બોર્ડ દૂર કરવામાં નહીં આવે તો વુડા પ્રશાસન દ્વારા આ તમામ બોર્ડ હટાવવાની કાર્યવાહી કરવામાં આવશે.

- Advertisement -
Share This Article